પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે શનિવાર (7 ઓક્ટોબર) ના રોજ ઇઝરાયેલ પર અચાનક આતંકી હુમલો કર્યો અને અનેક લોકોને બંધક બનાવ્યા, કેટલાક લોકોની હત્યા કરી ત્યારથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસા ભડકી છે. અત્યાર સુધીમાં મૃત્યુ આંક 1,200 ને વટાવી ગયો છે અને બન્ને તરફ હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આતંકી સંગઠન હમાસ અને ઇસ્લામિક જેહાદ નામના નાના આતંકી જૂથે આ હુમલા દરમિયાન ઇઝરાયેલની અંદરથી 130 થી વધુ લોકોને બંદી બનાવીને ગાઝામાં લઈ ગયા છે અને હવે ઇઝરાયેલ દ્વારા કેદ કરાયેલા પેલેસ્ટિનિયનોને મુક્ત કરવા માટે બંધકોનો ઉપયોગ કરી રહ્યા છે.
એસોસિએટેડ પ્રેસના જણાવ્યા મુજબ, હમાસની લશ્કરી પાંખના વડા મોહમ્મદ ડાયફે જણાવ્યું હતું કે “ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ” ગાઝાની 16-વર્ષની નાકાબંધી, ઇઝરાયેલ દ્વારા કરાયેલો કબજો અને તાજેતરમાં બનેલી ઘટનાઓના ઉત્તર સ્વરુપે હતું.” ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન તણાવ હવે ચરમ પર પહોંચતો જઈ રહ્યો છે ”. પરંતુ ડાયફ વિશે વિશ્વમાં ખુબ જ ઓછી જાણકારી ઉપ્લબ્ધ છે. ડાયફ વિશે જે જાણકારી છે તેમાં ઘણી વખત તેને એક “છદ્મ” વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવે છે. કહેવાય છે કે તે જાહેરમાં આવ્યા વગર અનેક ખુંખાર આતંકી કારસ્તાનો કરતો રહે છે.
કોણ છે મોહમ્મદ ડાયફ ?
મોહમ્મદ ડાયફ હમાસની લશ્કરી પાંખ જે ઇઝ અદ-દિન અલ-કાસમ બ્રિગેડનો સર્વોચ્ચ લશ્કરી કમાન્ડર છે, તે ઇઝરાયેલના મોસ્ટ વોન્ટેડ માણસોમાંનો એક છે અને ઇઝરાયેલી દળો દ્વારા ઓછામાં ઓછા સાત હત્યાના પ્રયાસોમાં બચી ગયો છે. તેમની વિચરતી જીવનશૈલી અને માયાવી સ્વભાવને કારણે તેઓ “ગેસ્ટ” તરીકે પણ ઓળખાય છે. ડાયફ 2002 થી હમાસની લશ્કરી પાંખનો વડો છે. એક અંગ્રેજી અખબારમાં તાજેતરમાં છપાયેલી માહિતી અનુસાર, તેનો જન્મ 1960 માં ગાઝામાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો. તેનું નામ મોહમ્મદ દીઆબ ઇબ્રાહિમ અલ-મસરી હતું. તેણે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. મોહમ્મદ ડાયફ 1980 ના દાયકાના અંતમાં હમાસમાં જોડાયો અને ઇઝરાયેલી સૈનિકોના અપહરણ અને હત્યાઓમાં સામેલ થયો. તેના કાસમ બ્રિગેડમાંના આતંકી કારનામાઓથી તેને લોકો ઓળખતા થયા અને 2002 માં તે કાસમ બ્રિગેડનો વડો સાલાહ શેહાદે ઈઝરાયલના હવાઈ હુમલામાં મર્યો જતા મોહમ્મદ ડાયફ હમાસની લશ્કરી પાંખ જે ઇઝ અદ-દિન અલ-કાસમ બ્રિગેડનો સર્વોચ્ચ લશ્કરી કમાન્ડર બન્યો. ડાયફ ઇઝરાયેલના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંનો એક છે અને ઇઝરાયેલી દળો દ્વારા ઓછામાં ઓછા સાત હત્યાના પ્રયાસોમાં બચી ગયો છે. તેમની વિચરતી જીવનશૈલી અને માયાવી સ્વભાવને કારણે તેઓ “ગેસ્ટ” તરીકે પણ ઓળખાય છે. ડાયફ 2002 થી હમાસની લશ્કરી પાંખનો વડો છે. એક અંગ્રેજી અખબારમાં તાજેતરમાં છપાયેલી માહિતી અનુસાર, તેનો જન્મ 1960 માં ગાઝામાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો. તેનું નામ મોહમ્મદ દીઆબ ઇબ્રાહિમ અલ-મસરી હતું. તેણે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. મોહમ્મદ ડાયફ 1980 ના દાયકાના અંતમાં હમાસમાં જોડાયો અને ઇઝરાયેલી સૈનિકોના અપહરણ અને હત્યાઓમાં સામેલ થયો. તેના કાસમ બ્રિગેડમાંના આતંકી કારનામાઓથી તેને લોકો ઓળખતા થયા અને 2002 માં તે કાસમ બ્રિગેડનો વડો બન્યો જ્યારે અગાઉના નેતા, , ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ડાયફ ઉપર એક કરતા વધારે ગુના નોંધાયેલ છે. ડાયફ જ્યારે 20 વર્ષનો હતો ત્યારે ઇઝરાયલ સામે વિદ્રોહના ગુના હેઠળ તેને જેલમાં નાખવામાં આવ્યો હતો. તે અનેક ઇઝરાયેલી અધિકારીઓની હત્યાનો આરોપી છે, 1996 માં થયેલા એક બોમ્બ ધડાકામાં 50 ઇઝરાયલી અધિકારીઓના મોત થયા હતા તેને માટે ડાયફને જવાબદાર ગણાવાયેલો છે. ડાયફનો જન્મ થયો તે સમયે ગાઝા ઇજિપ્તના નિયંત્રણ હેઠળ હતું (1948 થી 1967 સુધી), ત્યારબાદ 1967 થી 2005 ની વચ્ચે ગાઝા ઇઝરાયલી શાસન હેઠળ હતું અને ત્યાર બાદ 2005 થી 2007 સુધી પેલેસ્ટિનિયન ઓથોરિટી હેઠળ આવ્યું. 2007 માં હમાસના આતંકીઓએ બળવો કરીને ગાઝા ઉપર નિયંત્રણ સ્થાપિત સફળતા પ્રાપ્ત કરી.
ડાયફ લગભગ બે દાયકા કરતા વધુ સમયથી છુપાયેલો છે અને ઇઝરાયલી હુમલાઓમાં ઘણી વખત ગંભીર ઇજાઓ થયા બાદ હાલમાં લકવાગ્રસ્ત હોવાનું માનવામાં આવે છે. તેની ઉપર સૌથી છેલ્લો મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ 2014 માં કરવામાં આવ્યો હતો. હમાસના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી હવાઈ હુમલામાં તેની પત્ની અને પુત્રનું મૃત્યુ થયું હતું. ડાયફ ભાગ્યે જ જાહેરમાં દેખાય અથવા બોલે છે, તેનો અવાજ છેલ્લે મે 2021 માં સંભળાયો હતો, જ્યારે તેણે ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે જો તે જેરૂસલેમ માટેની હમાસની માંગણીઓ પૂરી નહી કરવામાં આવે “ભારે કિંમત” ચૂકવવી પડશે.
2009 માં, યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ડાયફને આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેને “હમાસની સૈન્ય પાંખમાં મુખ્ય વ્યક્તિ” તરીકે જુએ છે અને તેની ઉપર “ઇઝરાયેલી નાગરિકો સામે અસંખ્ય આતંકવાદી હુમલાઓ” માટે જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે.
ડાયફને આતંકી કમાન્ડર અને હમાસની લશ્કરી વ્યૂહરચનાનો તથા ઇઝરાયેલ સામે રોકેટ, ટનલ, ડ્રોન અને આત્મઘાતી બોમ્બરોનો ઉપયોગનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.