ઈઝરાયેલની સેના છેલ્લા 9 દિવસથી હમાસે કરેલા આતંકી હુમલાને જબરદસ્ત ઉત્તર આપી રહ્યું. અત્યાર સુધી મળતા અહવાલો મુજબ ઇઝરાયેલે હમાસના 3 મોટા આતંકી નેતાઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. હવે ઈઝરાયેલ તેના અંતિમ હુમલા માટે ગાઝા પટ્ટીમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યુ છે.
ઈઝરાયેલ જ્યારે આટલા મોટા યુદ્ધને અંજામ આપી રહ્યું છે ત્યારે તેના પાંચ મોટા વિનાશક હથિયારો વિષે જાણવું રસપ્રદ રહેશે. ઈઝરાયેલ આમ પણ સંરક્ષણ ટેક્નોલૉજીમાં આગળ પડતું સ્થાન ધરાવે છ. તેના વિનાશક પાંચ હથિયારોમાં એક છે તેની હાઈ-ટેક મર્કાવા ટેન્ક, આ એ ટેન્ક છે જેને સમગ્ર વિશ્વએ ગાઝા તરફ આગળ વધતી જોઈ હશે. તેના નામથી દુશ્મનો કંપી જાય છે. બીજું છે હેરોન અને હર્મીસ ડ્રોન્સ, દુશ્મન આ ડ્રોન્સના સટીક અને વિનાશક હુમલાથી બચી શકશે નહીં. ત્રીજું હથિયાર જેરીકો-3 મિસાઈલ છે જે ખૂબ જ સચોટ અને ઘાતક છે. ચોથું કાવારેટ યુદ્ધ જહાજ છે. ઈઝરાયેલનું આ યુદ્ધ જહાજ એક મોબાઈલ આર્મી જેવું છે. ઈઝરાયેલનું પાંચમું ઘાતક યુદ્ધ શસ્ત્ર F-16s છે, જેની ઉડાન દુશ્મનને ધ્રૂજાવી દે છે. આ તમામ શસ્ત્રો હમાસને નષ્ટ કરવા અને ઈઝરાયેલની સુરક્ષા કરવા સક્ષમ છે.

સૌથી પહેલા વાત કરીએ ઈઝરાયેલની મર્કાવા ટેન્કની. મર્કાવા ટેન્ક માત્ર ઈઝરાયેલની જ નહીં પરંતુ વિશ્વની સૌથી અદ્યતન ટેન્કોમાંની એક છે. મર્કાવા ટેન્ક હમાસ સામેના યુદ્ધમાં આ ઇઝરાયેલના સૌથી મહત્વપૂર્ણ હથિયારોમાંથી એક છે. વિશ્વએ જે ટેન્કને ગાઝા તરફ જતી જોઈ છે તે મેરકાવા ટેન્ક છે. આ મર્કાવા ટેન્ક હમાસ વિરુદ્ધ ગાઝા મિશનમાં ઇઝરાયેલના સૌથી ઘાતક શસ્ત્રમાની એક છે. ઇઝરાયેલ દ્વારા આ ટેન્કને ગાઝા અને ઈઝરાયેલમાં સંઘર્ષને ધ્યાનમાં રાખીને આ ટેન્કો શહેરી યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી છે. મર્કાવા ટેન્કને ઇઝરાયેલ સંરક્ષણ દળની કરોડરજ્જુ ગણીએ તો જરાય ખોટું નથી. તેમાં લગાવવામાં આવેલ રડાર સિસ્ટમ, ઓપ્ટિકલ વોર્નિંગ સિસ્ટમ, કેમેરા અને અન્ય સેન્સર તેને સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી ખાસ બનાવે છે. મર્કાવા ટેન્ક માત્ર ઈઝરાયેલની જ નહીં પરંતુ વિશ્વની સૌથી અદ્યતન ટેન્કોમાંની એક છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ છે. મર્કાવા ટેન્ક માત્ર ઈઝરાયેલની જ નહીં પરંતુ વિશ્વની સૌથી અદ્યતન ટેન્કોમાંની એક છે, તે પહેલા પોતાની આસપાસના વિસ્તાર પર નજર રાખે છે. તે તેના પર હુમલો કરતા અગાઉ દુશ્મનને ઓળખી લે છે અને પછી તેનો સંપૂર્ણ વિનાશ કરે છે. એટલે કે તે પહેલા પોતાની આસપાસના વિસ્તાર પર નજર રાખે છે એટલુંજ નહી તેની માહિતી સેનાના તમામ વિભાગોને મોકલે છે જેથી સેનાને દુશ્મન વિશે સચોટ માહિતી મળી શકે. આ ટેન્કમાં 125 એમએમની તોપ છે, જે એન્ટી-ટેન્ક મિસાઈલ પણ છોડવામાં સક્ષમ છે. તેમાં 7.62 એમએમ મશીનગન, 120 બોર ગન, સ્મોક લોન્ચર અને 60 એમએમ મોર્ટાર પણ લગાવવામાં આવ્યા છે જેથી તે અલગ-અલગ પરિસ્થિતિઓમાં પણ દુશ્મનને તેની ભાષામાં ઉત્તર આપી શકે. મર્કાવા ટેન્કનું સંચાલન 8 લોકો મળીને કરે છે. મર્કાવા ટેન્કને યુરોપ અને અમેરિકાની ટેન્કો કરતાં પણ વધુ સારી માનવામાં આવે છે કારણ કે જો મર્કાવા ટેન્ક સિવાયની અન્ય ટેન્ક પર દુશ્મન હુમલો કરે તો ટેન્કમાં બેઠેલા સૈનિકોના બચવાની શક્યતાઓ નહિવત છે, જ્યારે મર્કાવા ટેન્કનો પહેલો ધ્યેય ટેન્કમાં બેઠેલા સૈનિકોની સુરક્ષા કરવાનો છે. બાદમાં પોતાને બચાવવાનો છે. વર્તમાનમાં જે સ્થિતિ ઊભી થઈ છે તે જોતાં આ સ્થિતિમાં ગાઝામાં પ્રવેશ્યા બાદ ઈઝરાયેલની મર્કાવા ટેન્ક હમાસના આતંકવાદીઓ માટે ખતરો બની શકે છે.

ઇઝરાયેલ ડ્રોન ટેકનૉલોજિમાં વિશ્વમાં અગ્રેસર છે. ઈઝરાયેલ જેની તાકાતને આખી દુનિયા ઓળખે છે તેવા અભેદ્ય અને ઘાતક હથિયાર હેરોન ડ્રોનનો ઉપયોગ પણ હમાસ સામે કરી રહ્યું છે. આ હેરોન ડ્રોન ભારતીય સેના પાસે પણ છે. હેરોન ડ્રોન એકસાથે અનેક મિશન પર તૈનાત કરી શકાય છે. આ હેરોન ડ્રોન હુમલામાં જ ઇઝરાયેલી સેનાએ હમાસના એર ચીફ અબુ મુરાદ અને હમાસ કમાન્ડર અબુ મુરાદને ઠાર માર્યા છે. ઈઝરાયેલે એવી ચેતવણી પણ આપી છે કે તેઓ હમાસના આતંકવાદીઓને વીણીવીણીને નશ્યત કરશે. હેરોન ડ્રોનની સૌથી મોટી વાત એ છે કે તે આકાશમાંથી લક્ષ્યને ઓળખી લે છે અને આર્ટિલરી એટલે કે ટેન્ક અથવા ઇન્ફ્રારેડ સીકર મિસાઇલને તેની ચોક્કસ સ્થિતિ આપે છે. હેરોન ડ્રોન દ્વારા જે ચોક્કસ લક્ષ્ય મળે છે જેનાથી લક્ષ્ય પર સચોટ હુમલો કરી શકાય છે. હેરોન ડ્રોનની રેન્જ 1 હજાર કિલોમીટરથી વધુ છે, તે વિવિધ પ્રકારના પેલોડ્સનો ઉપયોગ કરીને તેને અપાયેલા લક્ષ્યનો સંપૂર્ણપણે નાશ કરે છે. હેરોન લગભગ 45,000 ફૂટની ઊંચાઈએથી દુશ્મન પર નજર રાખી શકે છે અને એક સમયે 2700 કિલો સુધીના શસ્ત્રો પણ લઈ જઈ શકે છે, એટલું જ નહી હેરોન ગાઈડેડ બોમ્બ અને એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઈલ અને અન્ય હથિયારોને પણ લઈ જઈ શકે છે. હેરોન ડ્રોનની સૌથી મોટી તાકાત એ છે કે તે કોઈપણ પ્રકારના હવામાનમાં ઉડવા માટે સક્ષમ છે. હેરોન ડ્રોનનો ઉપયોગ મિડ એર રિફ્યુઅલિંગ અને સર્જિકલ સ્ટ્રાઈક માટે પણ થાય છે. આ જ કારણ છે કે હેરોન ડ્રોન ભારતીય સેનાનું પણ ફેવરિટ માનવામાં આવે છે. હેરોન ડ્રોનમાં મેન્યુઅલ અને ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ બંને છે. ખાસ વાત એ છે કે તે એન્ટી-જેમિંગ ટેક્નોલોજીથી પણ સજ્જ છે, એટલે કે તેને દુશ્મન દ્વારા નથી હેક કરી શકાતું કે નથી રોકી શકાતું. આ ડ્રોનની મદદથી અમેરિકાએ અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો. ફક્ત રિમોટ દબાવો અને દુશ્મનનો નાશ થયો જ સમજો. ઇઝરાયેલ હવે હમાસ સામે પણ તેનો ઉપયોગ કરી રહ્યું છે. હેરોન ડ્રોનની જેમ, હર્મીસ ડ્રોન પણ ઇઝરાયેલની સેનાનું મોટું અને સચોટ શસ્ત્ર છે. હર્મીસ ડ્રોન પણ દુશ્મન માટે મોટો ખતરો છે. શિકારી બાજ જેવી 17 મીટર પહોળી પાંખો ધરાવતું હર્મીસ ડ્રોન લગભગ 7,600 મીટરની ઉંચાઈ પર 36 કલાક સુધી ઉડી શકે છે અને વધારાનો 450 કિલો ભાર વહન કરી શકે છે. સરહદ સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં પણ તે ઈઝરાયેલની સેનાનું સૌથી ઉપયોગી શસ્ત્ર છે.

ઇઝારાયેલ અન્ય એક ઘાતક શસ્ત્ર છે તેનું કાવારેટ યુદ્ધ જહાજ છે. હમાસનો ખાતમો બોલાવવા માટે ઈઝરાયેલે પોતાના આ ઘાતક શસ્ત્ર એવા યુદ્ધ જહાજોનો કાફલો તૈયાર કરી લીધો છે. ઇઝરાયેલની સીમાનો એક ભાગ લાલ સમુદ્રને અડે છે. એટલા માટે ઈઝરાયેલે ત્યાં પણ દુશ્મનો સામે લડવા માટે કાવારેટ યુદ્ધ જહાજો તૈયાર રાખ્યા છે. કાવારેટ યુદ્ધ જહાજનું વજન લગભગ 2000 ટન છે. કાવારેટ યુદ્ધ જહાજ 250 થી વધુ અત્યાધુનિક સેન્સર, હથિયારો અને સંચાર પ્રણાલીથી સજ્જ છે જે કોઈપણ પરિસ્થિતિમાં કામ કરવા સક્ષમ છે. આ યુદ્ધ જહાજમાંથી ઇઝારાયેલની વિશ્વ પ્રસિદ્ધ અને સચોટ તથા ઘાતક સરફેસ ટુ એર મિસાઈલ બરાક-8 પણ છોડવામાં આવી શકે છે.

ઇઝરાયેલના એક સાંસદે આતંકવાદીઓ સામેની કાર્યવાહી ઝડપથી ખતમ કરવા માટે જેરીકો-3 મિસાઇલના ઉપયોગની માંગ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ઈઝરાયેલ આ મિસાઈલનો ઉપયોગ કરશે તો આ યુદ્ધનો નકશો ક્ષણભરમાં બદલાઈ જશે. ટાર્ગેટ શોધીને તેને નષ્ટ કરવામાં સક્ષમ આ મિસાઈલ સિસ્ટમની ગણતરી વિશ્વની સૌથી આધુનિક ન્યુક્લિયર મિસાઈલોમાં થાય છે. જેરીકો-3 મિસાઈલને ડૂમડેઝ વેપન એટલે કે કયામતનું શસ્ત્ર પણ કહેવામાં આવે છે. જેરીકો-3 મિસાઈલ એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે જે 4,800 કિલોમીટરથી 6,500 કિલોમીટરની રેન્જમાં સચોટ પ્રહાર કરી શકે છે. જેરીકો-3 મિસાઈલ પોતાના ભંડકીયામાં 1300 કિલોગ્રામ સુધીનો દારૂગોળો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ સિસ્ટમનો વ્યાસ લગભગ 1.56 મીટર છે. આપેલા લક્ષ્યને સચોટ રીતે ભેદવાની અને નષ્ટ કરવાની ક્ષમતા તેને ખૂબ જ મહત્વપૂર્ણ શસ્ત્ર બનાવે છે. . જેરીકો મિસાઈલ સિસ્ટમનું આ સૌથી આધુનિક સંસ્કરણ છે. જો કે, ઇઝરાયેલે તેને ક્યાં તૈનાત કર્યું છે તે હજુ જાણી શકાયું નથી.

કેટલાક અન્ય મોટા હથિયારોની વાત કરીએ તો તેમાં એક ખાસ પ્રકારનું ઇઝરાયેલી બુલડોઝર છે. હમાસના આતંકવાદીઓ માટે આ મરણતોલ સાબિત થઈ શકે છે. આ બુલડોઝરનું નામ D9R આર્મર્ડ બુલડોઝર છે. ઇઝરાયલે તેને ગાઝામાં હુમલાનું નેતૃત્વ કરી રહેલી ટુકડી સાથે મોકલી આપ્યું છે. D9R આર્મર્ડ બુલડોઝરની લંબાઈ 26 ફૂટ છે અને તેનું વજન 62 ટન છે. આમાં, 15 ટન વજન તો માત્ર બુલડોઝરના બખ્તરનું છે. D9R આર્મર્ડ બુલડોઝર તેની સૌથી જાડી દિવાલો લેન્ડમાઇનના કે બોમ્બ બ્લાસ્ટના ધડાકાની અસરથી સંરક્ષિત છે. આ બુલડોઝર પર રોકેટ અને આરપીજી હુમલા પણ બિનઅસરકારક સાબિત થાય છે. આ બુલડોઝર ખાઈ ખોદી શકે છે અને પુલ પણ બનાવી શકે છે. તેમાં ગ્રેનેડ લોન્ચર અને માઉન્ટેડ મશીનગન પણ લગાવી શકાય છે. D9R આર્મર્ડ બુલડોઝર ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઈઝરાયલી સૈનિકો માટે ન માત્ર રસ્તો બનાવશે સાથે સાથે તે ઈમારતોનો પણ ખુડદો બોલાવશે અને હમાસના આતંકવાદીઓને શોધવામાં મદદ કરશે. બીજી રીતે કહીએ તો D9R આર્મર્ડ બુલડોઝર પોતે એક મોબાઈલ આર્મ્ડ સ્ક્વોડ છે.