દુનિયામાં અનેક જગ્યાએ છુપાયેલા ખજાના છે અને પુરાતત્વવિદોથી લઈને ખજાનો શોધનારા સુધી દરેક તેને શોધવામાં વ્યસ્ત છે. એક પોર્ટુગીઝ પુરાતત્વવિદ્દે સમુદ્રની અંદર છુપાયેલો વિશાળ ખજાનો શોધી કાઢ્યો છે.
પોર્ટુગલના પુરાતત્વવિદ્ એલેક્ઝાન્ડર મોન્ટેરોએ અધધ કહી શકાય એવો વિશાળ ખજાનો શોધી કાઢ્યો છે. તેઓના કહેવા મુજબ સમુદ્રની અંદર એક વિશાળ ખજાનો છુપાયેલો છે. જેમાં 5000 ટનથી વધુ સોનું અને ચાંદી હોવાની સંભાવના છે. આ ખજાનો લગભગ 435 વર્ષથી દરિયામાં ડૂબેલો છે. સમુદ્રના પાણીના ઊંડાણમાં છુપાયેલો આ ખજાનો પોર્ટુગલની નજીકના દરિયામાં છે.
દરેક જહાજમાં 20 ટનથી વધુ સોનું અને ચાંદી
પુરાતત્વવિદ્ એલેક્ઝાન્ડર મોન્ટેરોએ દાવો કર્યો છે કે પોર્ટુગલની આસપાસના દરિયામાં 250 જહાજો ડૂબેલા છે જેમાં ખજાનાથી ભરેલો છે. એટલું જ નહીં, તેણે દાવો કર્યો છે કે એક જહાજમાં ઓછામાં ઓછું 20 થી 22 ટન સોનું અને ચાંદી હોવાનો અંદાજ છે. મોન્ટેરો કહેવા અનુસાર જેને આ ખજાનો મળશે તે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ બની જશે.
1589માં લિસ્બનની દક્ષિણે ટ્રાજન પેનિનસુલા પાસે સ્પેનિશ ગેલિયન જહાજ ડૂબી ગયું. મોન્ટેરો અનુસાર, આ જહાજમાં 22 ટન સોનું અને ચાંદી હોઈ શકે છે. મોન્ટેરો કહે છે કે તેણે તેણે લગભગ 250 જેટલા આવા જહાજો લખ્યા છે જે મડેઇરા, અઝોરસ અને દેશના અન્ય વિસ્તારોમાં વિવિધ સ્થળોએ ડૂબી ગયા હોય એવા જહાજોનો એક ખાસ પ્રકારનો ડેટાબેઝ બનાવ્યો છે. આ ઉપરાંત આ જહાજોમાં મોટો ખજાનો છે. આ તમામ જહાજો 16મી સદીથી અત્યાર સુધીમાં ડૂબી ગયેલા છે. મોન્ટેરોના જણાવ્યા અનુસાર પોર્ટુગલની આસપાસ સાડા આઠ હજારથી વધુ જહાજો ડૂબેલા છે.
પોર્ટુગલ પાસે નથી સુવિધાઓ
દુર્ભાગ્યવશ પોર્ટુગલ પાસે આ ખજાનાને સુરક્ષિત રીતે રાખવા અને સંભાળવા માટેની સુવિધાઓ નથી. પરિણામે લોકો આ ખજાનાને લૂંટે છે તેઓ ખજાનાને દરિયાની અંદરથી જ પોતાની સાથે લઈ જઈ શકે છે. પોર્ટુગલ પાસે તેમને રોકવાની કોઈ વ્યવસ્થા નથી. આ અંગે પુરાતત્વવિદો ચિંતિત છે. તેમનું માનવું છે કે આ જહાજો જલ્દીથી શોધવા જોઈએ અને તેના ખજાનાને સુરક્ષિત કરવો જોઈએ.