NordPass સઘન સંશોધન કરીને દર વર્ષે વિશ્વના સૌથી કોમન 200 પાસવર્ડ જાહેર કરતું હોય છે. નોર્ડપાસે તાજેતરમાં જ Top 200 Most Common Passwords રિસર્ચની છઠ્ઠી આવૃત્તિ જાહેર કરી છે. નોર્ડપાસે જાહેર કરેલા આ લિસ્ટમાં 44 દેશોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ સામેલ કરવામાં આવ્યા છે. નોર્ડપાસે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર ભારત અને વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ ‘123456’ છે. આ સંશોધનમાં બહાર આવેલી જાણકારી અનુસાર વિશ્વભરના 3,018,050 યૂઝર્સે આ પાસવર્ડનો જ્યારે ભારતમાં 76,981 લોકોએ આ પાસવર્ડનો ઉપયોગ કર્યો છે.
આ સંશોધન NordStellar ની ભાગીદારીમાં હાથ ધરાયો હતો જેમાં જાણવા મળ્યું હતું કે વિશ્વભરમાં સૌથી સામાન્ય પાસવર્ડ્સમાંના લગભગ અડધા પાસવર્ડમાં કીબોર્ડના આસાન કોમ્બિનેશન જેમ કે qwerty, 1q2w3e4er5t, 123456789 નો ઉપયોગ થાય છે. ભારતમાં પણ યુઝર્સ આ જ પેટર્નનો ઉપયોગ પોતાનો પાસવર્ડ સેટ કરવા માટે કરે છે.
દુનિયાનો બીજો સૌથી વધુ ઉપયોગ થતો પાસવર્ડ જે આ રિસર્ચમાં સામે આવ્યો તે ‘123456789’ છે. એટલું જ નહી આ પાસવર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ચોથો નંબરનો પાસવર્ડ છે.
આસાન વેરિએશન વાળા પાસવર્ડનો ઉપયોગ
NordPass દ્વારા હાથ ધરાયેલા અગાઉના એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સના વ્યક્તિગત એકાઉન્ટ માટે ઉપયોગમાં લેવાતા પાસવર્ડની સરેરાશ સંખ્યા 168 છે, જ્યારે કાર્યક્ષેત્રે ઉપયોગમાં લેવાતા એકાઉન્ટ માટે 87 પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ અનેક પ્રકારના એકાઉન્ટ જેમાં સોશ્યલ મીડિયા પણ સામેલ છે તેના પાસવર્ડ હોય ત્યારે ઘણા બધા પાસવર્ડનો ઉપયોગ કરવો પડતો હોય છે ત્યારે તે પાસવર્ડ મેનેજ કરવા અને યાદ રાખવા મુશ્કેલ થતા હોય છે તેથી મોટાભાગના લોકો સામાન્ય રીતે સરળ શબ્દોનો ઉપયોગ કરીને પાસવર્ડ બનાવતા હોય છે જે સરળતાથી યાદ રાખી શકાય પરંતુ તેને હેક કરવા પણ ખૂબ જ સરળ છે તે બાબત વિસરાઈ જાય છે.
સરળ કોમ્બિનેશન પાસવર્ડ્સ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે અને તેથી જ સાયબર નિષ્ણાંતો લાંબા સમયથી ઇન્ટરનેટ યુઝર્સને સરળ કોમ્બિનેશન પાસવર્ડ્સનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી રહ્યા છે. પરંતુ વિશ્વભરના લાખો લોકો ઉપર હજી પણ નિષ્ણાતોની વાતની અસર થઈ નથી અને તેઓ qwerty123 જેવા પોતાના પાસવર્ડ તરીકે સરળ કોમ્બિનેશનો ઉપયોગ કરી રહ્યા છે. નેધરલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા અને લિથુઆનિયા જેવા દેશોમાં આ સૌથી કોમન પાસવર્ડ છે. qwerty123 જેવા સરળ કોમ્બિનેશનનો પાસવર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 10 પાસવર્ડની યાદીમાં સ્થાન ધરાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ બની ગયેલો પાસવર્ડ છે ‘password’ આ પાસવર્ડ પણ સૌથી સામાન્ય પાસવર્ડના લિસ્ટમાં સામેલ છે. ‘password’ જેવું આસાન કોમ્બિનેશન ધારવતો આ પાસવર્ડ ભારતમાં સૌથી સામાન્ય પાસવર્ડમાં બીજા ક્રમે આવી ગયો છે. આ પાસવર્ડ ઓસ્ટ્રેલિયા અને ઈંગલેન્ડના લોકોની પણ પ્રથમ પસંદ બની રહ્યો છે.
એક અભ્યાસ મુજબ ભારતમાં સાંસ્કૃતિક વ્યક્તિત્વ અને સરળ નંબરોની જુગલબંધીને પાસવર્ડ માટે પ્રથમ પસંદ તરીકે ધ્યાનમાં આવી રહ્યા છે. જોકે ભારતમાં લોકો થોડાક ફેરફાર સાથે India123 ના સ્થાને Indya123 નો પાસવર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં ગયા વર્ષ (2023)ની જેમ જ ‘admin’ અને ‘abcd1234 નો પાસવર્ડ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોર્પોરેટ પાસવર્ડ સૌથી વધુ અસુરક્ષિત
એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્યક્તિઓ અને વ્યવસાયિક પ્રતિનિધિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સૌથી કોમન 40 ટકા પાસવર્ડ લગભગ એક સરખા જ હતા.
એક બાબત ધ્યાનમાં આવી કે બિઝનેસ યુઝર્સ ડિફોલ્ટ પાસવર્ડ્સ તરીકે “newmember,” “newpass,” “newuser,” અને “welcome” જેવા પાસવર્ડ્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આ સિવાય બીજી એક વાત પણ નોંધવા જેવી છે કે જ્યારે કંપનીના કર્મચારી માટે નવું એકાઉન્ટ બનાવવામાં આવે છે ત્યારે “admin” અને “temppass” જેવા પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ મોટાભાગના યુઝર્સ બદલાવતા નથી. જેના કારણે ઘણી વખત સમસ્યાઓ આવે છે.
ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટોપ 20 પાસવર્ડ
– 123456
– password
– 12345678
– 123456789
– abcd1234
– 12345
– qwerty123
– 1234567890
– india123
– 1qaz@wsx
– qwerty1
– qwerty
– 1234567
– Password
– India123
– Indya123
– qwertyuiop
– 111111
– admin
– abc123
વર્લ્ડમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટોપ 20 પાસવર્ડ
– 123456
– 123456789
– 12345678
– password
– qwerty123
– qwerty1
– 1111111
– 12345
– secret
– 123123
– 1234567890
– 1234567
– 000000
– qwerty
– abc123
– password1
– iloveyou
– 11111111
– dragon
હેકર્સથી કેવી રીતે બચવું
તમારા એકાઉન્ટ પાસવર્ડને સુરક્ષિત રાખવા માટે, મજબૂત પાસફ્રેઝનો ઉપયોગ કરવો અને પાસવર્ડમાં ઓછામાં ઓછા 20 અક્ષરો રાખવા તે સૌથી મહત્વપૂર્ણ છે.
- કેટલાક સંશોધનોએ એવું પણ દર્શાવ્યું છે કે નંબરો, અક્ષરો અને સ્પેશ્યલ કેરેક્ટરવાળા લાંબા પાસવર્ડ્સમાં ક્રેકીંગનું જોખમ ઓછું હોય છે.
- સાથે જ ધ્યાન રાખો કે અલગ અલગ એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ ન કરો.
- જ્યાં પણ શક્ય હોય ત્યાં મલ્ટિ-ફેક્ટર અથવા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સેટ કરો. ક્યારેય હેક થવાની સ્થિતિમાં તમારા એકાઉન્ટની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે છે.
- જો તમને લાગે છે કે તમે મુશ્કેલ પાસવર્ડ યાદ નથી રાખી શકતા, તો તમે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ફ્રી પાસવર્ડ મેનેજરની (free password managers) મદદ પણ લઈ શકો છો.