ગુજરાતના દરિયાકાંઠે 20,000 હેક્ટરની મેન્ગ્રોવ બાયો-શિલ્ડની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા ધ ગ્રેટ ગ્રીન વોલ ઓફ ગુજરાત (GGWG) પ્રોજેક્ટને યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCC) દ્વારા વિશ્વમાં 31 ઈમ્પેક્ટ મકેર્સ પૈકી એક પ્રોજેક્ટ્સ તરીકે સન્માન આપવામાં આવ્યું છે.
2023 થી 2053 સુધીના 30-વર્ષના સમયગાળા સુધી વિસ્તરણ પામતા આ પ્રોજેક્ટનું નેતૃત્વ VIKAS સેન્ટર ફોર ડેવલપમેન્ટ કરી રહ્યું છે. વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટના ટ્રસ્ટી મેનેજિંગ રાજેશ શાહે જણાવ્યું હતું કે, “GGWG વધતા દરિયાઈ સ્તર, જમીનનું ધોવાણ, અને વધતી ખારાશનો સામનો કરી રહેલા સમુદાયોને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા અને આર્થિક સ્થિરતા બંને પ્રદાન કરે છે.”
પ્રોજેક્ટ શરૂ થયા બાદથી ગુજરાતના દરિયાકાંઠે લગભગ 3,000 હેક્ટર મેન્ગ્રોવ્સ ઉગાડવામાં આવ્યા છે. શાહે જણાવ્યું હતું કે, “સંપૂર્ણ 20,000 હેક્ટર બાયો-શિલ્ડ 1.3 લાખ લોકોને ક્લાઈમેટ ચેન્જ-સંબંધિત ઘટનાઓથી સુરક્ષિત કરીને, સ્થિર આવકનો સ્ત્રોત પ્રદાન કરશે જેથી તેમને આર્થિક રૂપે સક્ષમ કરી શકાશે.”
UNFCC ને તેમની નોંધમાં શાહ જણાવ્યું કે, “આ મોટા પાયે શરુ કરેલી પહેલને અમલમાં મૂકવા માટે અનેક પડકારો હતા, જેમાં ઉચ્ચ જોખમવાળા વિસ્તારમાં ટકાઉ ભંડોળ મેળવવા અને સ્થાનિક સામુદાયિક જોડાણ જાળવી રાખવાનો સમાવેશ થાય છે.”
આને દૂર કરવા માટે, GGWG એ કાર્બન ક્રેડિટ સ્કીમ્સ અને કોર્પોરેટ એન્વાયર્નમેન્ટલ રિસ્પોન્સિબિલિટી (CER) ભાગીદારી વિષયો સાથે ખાનગી ક્ષેત્ર સાથે સહયોગ કર્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે નફો સમુદાય-આધારિત સંસ્થાઓ (CBOs) ને પુનઃવિતરિત કરવામાં આવે અને સ્થાનિક સમુદાયો પ્રોજેક્ટના નાણાકીય લાભોમાં ભાગીદાર બનાવવામાં આવે છે.
UNFCC ની નોંધ અનુસાર મત્સ્યઉદ્યોગ, એક્વાકલ્ચર, એનિમલ હબ એન્ડ્રી અને ઇકો-ટૂરિઝમ જેવા સૂક્ષ્મ સાહસોને ટેકો આપીને આર્થિક તકો ઊભી કરવા ઉપરાંત શાહ હવે સમુદાયોને તેમના મેન્ગ્રોવ પ્લાન્ટેશન દ્વારા પેદા થતી કાર્બન ક્રેડિટમાંથી આવક સાથે જોડવાની યોજના ધરાવે છે. આ તેમના હિતોને બાયો-શિલ્ડના સ્વાસ્થ્ય સાથે સંરેખિત કરે છે અને સ્થિર આવક પ્રદાન કરે છે જે પુનઃસ્થાપિત ઇકોસિસ્ટમ સાથે તેમના બોન્ડને મજબૂત બનાવે છે.