- પ્રશાંત કિશોરે ભાખ્યુ જેડીયુનું ભવિષ્ય
- શું બિહાર જાતિવાદથી ઉપર આવી શકશે?
- અનામત વધારવા પર પીકેએ શું કહ્યું?
‘નીતીશ કુમારની જાતિની રાજનીતિ નહીં ચાલે. લોકસભા ચૂંટણી બાદ JDUનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે.’ બિહારમાં જાતિ સર્વેક્ષણ અંગે બોલતા પ્રશાંત કિશોરે કહ્યું.
આગામી લોકસભાની ચૂંટણી માટે દરેક પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીના રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે એક પ્રાઈવેટ સમાચાર ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે જો આ વખતે રાહુલ ગાંધીના ચહેરાના સહારાથી વિપક્ષ ન જીતી શકે તો તેમણે પદ છોડી દેવું જોઈએ અને બીજા કોઈને તક આપવી જોઈએ. બિહારમાં જાતિગત સર્વેક્ષણ અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે ‘નીતીશ કુમારની જાતિની રાજનીતિ કામમાં આવશે નહી અને લોકસભા ચૂંટણી બાદ JDUનું રાજકીય અસ્તિત્વ જ ખતમ થઈ જશે.
પ્રશાંત કિશોરે પ્રાઈવેટ સ્માચાર ચેનલ સાથે વાત કરતા કહ્યું કે બિહાર દેશનું સૌથી ગરીબ, પછાત અને ભૂખમરાથી પિડીત રાજ્ય છે. બિહારની માટીનું ઋણ ચૂકવવા માટે હું મારા હિસ્સાનું કાર્ય કરી રહ્યો છું. નીતિશ કુમાર અને તેજસ્વીના ‘જેની જેટલી વસ્તી તેનો તેટલો હિસ્સો’ના નિવેદન પર તેમણે કહ્યું, ‘સત્તામાં કોણ છે? નીતીશ કુમાર અને તેજસ્વી યાદવે તરત જ તે જે બોલી રહ્યા છે તેની ઉપર કામ કરવું જોઈએ અને સમાજના એવા લોકોને સ્થાન આપવું જોઈએ જેમની ભાગીદારી ઓછી છે. જો મુસ્લિમ સમુદાયની ભાગીદારી ઓછી છે, તો તેજસ્વી યાદવે તેમના સ્થાને અથવા તેમની સાથે મુસ્લિમ સમુદાયમાંથી બીજા નાયબ મુખ્યમંત્રી બનવવા જોઈએ.
જેડીયુને મળશે માત્ર 5 બેઠકો, નીતીશ કુમારની રાજકીય ઈનિંગનો છેલ્લો તબક્કો
પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘તેમણે પોતાના કેબિનેટમાં અત્યંત પછાત લોકોને વધુ ભાગીદારી આપવી જોઈએ અને સાથે જ એ પણ જણાવવું જોઈએ કે એ તમે જ છો જે છેલ્લા 32 વર્ષથી સત્તાના આસન પર પલાંઠી જમાવીને બેઠા છે. . આ એ જ લોકો છે જે છેલ્લા 32 વર્ષથી ગરીબોના હકને હડપ કરી રહ્યા છે. પ્રશાંત કિશોરે આગળ જણાવ્યું કે, ‘નીતીશ કુમારની રાજકીય ઈનિંગનો આ છેલ્લો તબક્કો છે. તેમની રાજનીતિમાં હવે માંડ થોડા મહિના બાકી છે. સક્રિય નેતા તરીકે લોકસભાની ચૂંટણી તેમની છેલ્લી ચૂંટણી હશે અને JDUને 5થી વધુ બેઠકો નહીં મળે.
અનામતનું પ્રમાણ વધારવા પર પીકેએ માર્યા ચાબખા
લાલુ યાદવ અને નીતીશ કુમારની અનામત વધારવાની માંગ પર તેમણે કહ્યું, ‘જે જ્ઞાતિની સંખ્યા વધુ છે તેને વધુ મંત્રી બનાવો. બિહાર સરકારના બજેટના 60% તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર એમ માત્ર બે લોકોના હાથમાં છે. તેમની જાતિની વસ્તી માત્ર 16% છે અને તેઓ બિહારના બજેટના 60% પર બેઠા છે. પ્રથમ તેમણ તેમાં સુધારો કરવો જોઇએ. તેજસ્વી અને નીતીશ પર કટાક્ષ કરતા પીકેએ કહ્યું કે ‘તમે રાજા બની ગયા છો અને બીજાને જ્ઞાન આપો તો કોણ સહમત થશે? જનતા એટલી મૂર્ખ નથી.’