વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ભારતીયો અંગેના પ્રશ્નના જવાબમાં સંસદમાં રજૂ કર્યા આંકડા.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરનારા ભારતીયોનો જે આંકડો જાહેર કર્યો છે તે છે. સરકારે આપેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીયોએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. એમાં પણ ગયા વર્ષે લગભગ એક લાખ લોકોએ આવું કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુરુવારે (15 ડિસેમ્બર 2023) સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં, વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને જણાવ્યું હતું કે અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા શેર કરાયેલ રિપોર્ટ અનુસાર, 2018-19માં 8027, 2019-20માં 1227, 2020માં 30,662 2021માં આ સંખ્યા 2021-22માં 63,927 હતી, જ્યારે 2022-23માં 96,917 કેસ નોંધાયા છે. અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલા આ અહેવાલ મુજબ, અમેરીકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની કુલ સંખ્યા 2,00,760 છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે વિદેશમાં નોકરી શોધનારાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે જેઓ અનરજિસ્ટર્ડ રિક્રુટમેન્ટ એજન્ટોની નકલી જોબ ઑફર દ્વારા છેતરાયા છે અને તેમની પાસેથી 2 થી 5 લાખ રૂપિયાની છેતરપિંડી પણ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું કે આ અનરજિસ્ટર્ડ અને ગેરકાયદેસર એજન્ટો મંત્રાલય પાસેથી લાઇસન્સ મેળવ્યા વિના કામ કરે છે, જ્યારે વિદેશમાં કોઈપણ ભરતી માટે લાઇસન્સ હોવું ફરજિયાત છે.
કાર્યવાહી દરમિયાન, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશમાં રોજગાર શોધી રહેલા ભારતીયોએ સાવચેત રહેવું જોઈએ અને નકલી નોકરીની ઓફરના શકંજામાં ન ફસાવું જોઈએ. મંત્રાલયે વિદેશમાં રોજગાર શોધી રહેલા લોકોને રજિસ્ટર્ડ રિક્રુટમેન્ટ એજન્ટ્સની સલામત અને કાનૂની સેવાઓનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.
વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને વિદેશમાં નોકરીઓનું વચન આપતી તમામ બિન-નોંધાયેલ એજન્સીઓને વિદેશી ભરતીઓમાં સામેલ ન થવા ચેતવણી આપતા જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ ઈમિગ્રેશન એક્ટ 1983નું ઉલ્લંઘન છે અને માનવ તસ્કરી સમાન છે, જે સજાપાત્ર ગુનો છે.