મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જ્યાં પણ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યાં ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહેલા જોવા મળે છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી બહુમતી મેળવી જ લીધી એમ જણાય છે જ્યારે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાને બહુમતી મળતી જણાય છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ પ્રચંડ જીત મેળવી રહી હોય તેવું જણાઈ આવે છે અને ભાજપ આ જૂથમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યું છે. આ ચૂંટણીઓમાં મહાવિકાસ આઘાડીએ મોટા દાવા કર્યા હતા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની રેલીઓમાં કહ્યું હતું કે આ વખતે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનવા જઈ રહી છે. પરંતુ આવું થતું જણાતું નથી. અત્યાર સુધીના વલણો અને પરિણામો પર નજર કરીએ તો ઘણી રસપ્રદ હકીકતો સામે આવી રહી છે. એક હકીકત એ પણ જોવા મળી રહી છે કે રાહુલ ગાંધી જ્યાં પણ મહારાષ્ટ્રમાં પ્રચાર કરવા આવ્યા હતા ત્યાં કોંગ્રેસનો કરૂણ રકાસ હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહી મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ જે સીટો માટે પ્રચાર કર્યો હતો તેમાંથી મોટાભાગની સીટો પર પણ મહા વિકાસ આઘાડીના ઉમેદવારો પાછળ ચાલી રહેલા જોવા મળી રહ્યા છે. મહાવિકાસ અઘાડી 288માંથી 60 કરતા ઓછી સીટો પર આગળ છે. જ્યારે મહાયુતિ 200 થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાંની બેઠકો જ્યાં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો
મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ નંદુરબાર, ધમણગાંવ રેલવે, નાગપુર પૂર્વ, ગોંદિયા, ચિમુર, નાંદેડ ઉત્તર અને બાંદ્રા પૂર્વ બેઠકો પર ચૂંટણી રેલીઓ યોજી હતી. રાહુલ ગાંધીની આ ચૂંટણી રેલીઓમાં ભીડ તો ભારે જોવા મળી હતી પરંતુ આ ભીડ મતોમાં પરિવર્તિત થયેલી જોવા મળી નથી. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં 7 વિધાનસભા બેઠકો પર ચૂંટણી રેલીઓ યોજી હતી, તેમાંથી મહા વિકાસ આઘાડીના ઉમેદવાર માત્ર 1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીને જનતાનું નકારી દીધી છે ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ રાહુલ ગાંધીનો પ્રભાવ પણ જોવા મળ્યો નથી. રાહુલ ગાંધીએ નંદુરબારમાં ચૂંટણી રેલી કરી હતી, જ્યાંથી ભાજપના ઉમેદવાર ડૉ. વિજયકુમાર કૃષ્ણરાવ ગાવિત 55 હજારથી વધુ મતોથી, ધમણગાંવ રેલ્વે વિધાનસભા બેઠક ઉપર રાહુલ ગાંધીએ રેલી કરી હતી ત્યાંથી ભાજપના ઉમેદવાર અડસાદ પ્રતાપ અરુણભાઈ લગભગ 5 હજાર કરતા વધુ મતોથી કોંગ્રેસના ઉમેદવારથી આગળ છે. નાગપુર પૂર્વમાં ભાજપના ઉમેદવાર ખોપડે કૃષ્ણ પંચમ 55 કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. ગોંદિયા વિધાનસભા બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર અગ્રવાલ વિનોદ કોંગ્રેસના ઉમેદવાર કરતાં લગભગ 32 હજાર મતોથી આગળ છે. નાંદેડ ઉત્તરથી શિવસેના (એકનાથ શિંદે જૂથ) એ બાલાજી દેવીદાસરાવ કલ્યાણકરને મેદાનમાં ઉતાર્યા છે. અહીં પણ રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો હતો. શિવસેના (એકનાથ શિંદે જૂથ) ના બાલાજી દેવીદાસરાવ કલ્યાણકર 14 હજાર કરતા વધુ મતોથી આગળ છે. રાહુલ ગાંધી પ્રચાર માટે ચિમુર બેઠક માટે પણ મેદાનમાં ઉતર્યા હતા જ્યાંથી ભાજપના ઉમેદવાર બંટી ભાંગડિયા 8 હજાર કરતા વધુ મતોથી આગળ છે. રાહુલ ગાંધી પ્રચાર બાંદ્રા પૂર્વ બેઠક માટે આવ્યા હતા જ્યાંથી હાલ શિવસેના (એકનાથ શિંદે જૂથ) ના ઉમેદવાર 7 હજાર કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે.
ઝારખંડ ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહામાગા, બેરમો, બગમારા, જમશેદપુર પૂર્વ, હટિયા, સિમડેગા અને લોહરદગા બેઠકો પર ચૂંટણી રેલીઓ યોજી હતી. રાહુલ ગાંધીની આ ચૂંટણી રેલીઓમાં લોકોનો જુવાળ જોવા મળ્યો હતો પરંતુ તેનું મતોમાં પરિવર્તન મિશ્ર પ્રકારે જોવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં 7 વિધાનસભા બેઠકો પર ચૂંટણી રેલીઓ યોજી હતી, તેમાંથી 4 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ્યારે 3 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ઝારખંડની મહાગામા બેઠક માટે ચૂંટણી રેલી કરી હતી, જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર દિપિકા પાંડે સિંઘ માત્ર 3595 જેટલા મતોથી આગળ છે. જ્યારે બેરમો બેઠક ઉપરથી કોંગ્રેસના કુમાર જયમંગલ ઉર્ફે અનુપસિંઘ 29 હજાર કરતા વધુ મતોથી, બગમારાથી ભાજપના શત્રુઘ્ન મહાતો 19 હજાર કરતા વધુ મતોથી, જમશેદપુર પૂર્વ બેઠક ઉપરથી ભાજપના પૂર્ણિમા સાહુ 33 હજાર કરતા વધુ મતોથી, હટિયા બેઠક ઉપરથી ભાજપના નવિન જયસ્વાલ 19 હજાર કરતા વધુ મતોથી, હટિયા બેઠક ઉપરથી કોંગ્રેસના ભુષણ બારા માત્ર 3414 જેટલા મતોથી, લોહરદગા બેઠક ઉપરથી કોંગ્રેસના રમેશ્વર ઓરાઓન 30 હજાર કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે.
બન્ને રાજ્યોમાં રાહુલ ગાંધીએ કુલ 14 વિધાનસભા બેઠકો ઉપર પ્રચાર કર્યો હતો જેમાંથી માત્ર 4 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે જ્યારે 10 બેઠકો ઉપર ભાજપના, મહાયુતિના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીનો સ્ટ્રાઈક રેટ 30% કરતાં પણ ઓછો દેખાય છે.
નોંધ: આંકડા અને વલણ જ્યારે આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારની સ્થિતિ અનુસાર ચુંટણી પંચની વેબસાઈટ ઉપરથી લેવાયેલા છે જે મતગણતરી આગળ વધતા બદલાઈ શકે છે.