નરેન્દ્ર મોદી સરકાર (Modi Sarkar) તેના 11 વર્ષ પુરા કરી રહી છે ત્યારે આત્મનિર્ભર ભારત યોજના રંગ લાવી રહી છે અને ભારત કુલ 80 દેશોને લશ્કરી સાધનો અને અન્ય પુરવઠો વેચી રહ્યું છે. વિશ્વના ઘણા શસ્ત્ર ઉત્પાદક દેશો ભારત સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ 2023-24ના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 2004 થી 2014 દરમિયાન નિકાસ જે માત્ર 4,312 કરોડ રૂપિયા હતી, તે 2014-2024માં વધીને 88,319 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
ભાજપના નેતૃત્વ હેઠળની નરેન્દ્ર મોદી સરકારે (Modi Sarkar) દેશમાં 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 11 વર્ષમાં સેનાએ પાકિસ્તાનને 3 વખત અને ચીનને 2 વખત જોરદાર ઉત્તર આપ્યો છે. પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટ એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવા જબરદસ્ત પ્રત્યુત્તર અપાયા તો ડોકલામ અને પૂર્વી લદ્દાખમાં ચીનને ભારતીય સેનાની શક્તિનો સામનો કરવો પડ્યો હતો. પીએમ મોદી પહેલા, 2004 થી 2014 સુધીનો ડૉ. મનમોહન સિંહનો કાર્યકાળ પણ સેના માટે મહત્વપૂર્ણ હતો. તે સમયે સેના માટે વિદેશથી ઘણી ખરીદી કરવામાં આવી હતી.

ચીન અને પાકિસ્તાન જેવા પડકારોને ધ્યાનમાં રાખીને, સેનાની જરૂરિયાતો પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે સંરક્ષણ સોદા જટિલ અને લાંબા હોય છે. યુપીએ સરકાર દરમિયાન શરૂ થયેલા ઘણા સોદા પીએમ મોદી સરકારના (Modi Sarkar) કાર્યકાળ દરમિયાન પૂર્ણ થયા હતા. મોદી સરકારે આત્મનિર્ભર ભારતને એક હથિયાર બનાવ્યું અને સેનાને મજબૂત બનાવવાનું શરૂ કર્યું.
મોદી સરકારમાં (Modi Sarkar) સ્વદેશીકરણને મળી ગતિ
કેન્દ્રમાં NDAની વાજપેયી સરકાર દરમિયાન, 2001 થી 2004 દરમિયાન અમેરિકા પાસેથી લગભગ $400 મિલિયનના શસ્ત્રો ખરીદવામાં આવ્યા હતા. મનમોહન સરકાર સત્તામાં આવ્યા પછી, અમેરિકા સાથે સંરક્ષણ સોદાઓને વેગ મળ્યો. 2005 થી 2008 દરમિયાન, તે લગભગ $3.2 બિલિયન સુધી પહોંચ્યો. 2009 થી 2013 દરમિયાન, આ રકમ વધીને $5.7 બિલિયન થઈ ગઈ.

2014 માં મનમોહન સરકાર બદલાઈ અને મોદી સરકારે (Modi Sarkar) સત્તા સંભાળી. નવી સરકારે પહેલું કામ વિદેશી દેશો પરની નિર્ભરતા ઘટાડવાનું અને ભારતીય સંરક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગતિવિધિ શરૂ કરવાનું કર્યું. છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ ઉત્પાદનમાં 174 ટકાનો વધારો થયો છે. 2014-15માં સંરક્ષણ ઉત્પાદન જે માત્ર 46,429 કરોડ રૂપિયા હતું, તે 2023-24માં વધીને 1,27,265 કરોડ રૂપિયા થયું છે. 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
યુપીએના કામ મોદી સરકારમાં (Modi Sarkar) પૂર્ણ થયા
ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારતીય ફાયરપાવરને મજબૂત બનાવવા માટે, મોટી તોપોની જરૂર હતી. એવી તોપો જે વજનમાં હલકી હોય અને હેલિકોપ્ટર દ્વારા દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી લઈ જઈ શકાય. ચીનને ધ્યાનમાં રાખીને, મે 2012 માં, DAC એ યુએસ પાસેથી 145 M777 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝરના સોદાને મંજૂરી આપી. પરંતુ નાણા મંત્રાલય અને સીસીએસની (CCS) મંજૂરી માટે પ્રક્રિયા આગળ વધી ન હતી. સંરક્ષણ મંત્રાલયે 2014ની લોકસભા ચૂંટણી પહેલા આ પ્રસ્તાવને આગળ ધપાવ્યો હતો. 2015માં, તત્કાલીન મોદી સરકાર (Modi Sarkar) કેબિનેટના સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરે ફરીથી આ સોદો આગળ ધપાવ્યો અને 2016માં આ સોદા ઉપર હસ્તાક્ષર થયા.

સેનાની આર્ટીલરીની તાકાત વધારવા માટે મનમોહન સિંહ સરકાર દરમિયાન M777 સાથે 100 155mm/52 કેલિબરની સ્વ-સંચાલિત બંદૂકો K-9 વજ્રની ખરીદી પણ શરૂ કરવામાં આવી હતી. પ્રથમ રીક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) 2007 માં જારી કરવામાં આવી હતી. 2011 માં, L&T ટોચની બોલી લગાવનાર કંપની તરીકે ઉભરી આવી. તેને ટ્રાયલ માટે બોલાવવામાં પણ આવી હતી પરંતુ સોદાને અંતિમ સ્વરૂપ આપી શકાયુ નહી. પીએમ મોદી સરકાર (Modi Sarkar) આવતા એ આ સોદો આગળ ધપાવ્યો અને 2018 માં ભારતને પ્રથમ K-9 વજ્ર તોપ મળી.
એરક્રાફ્ટની ખરીદી ઝડપી બનાવાઈ
ભારતીય વાયુસેનાના ઘટતા જતા ફાઇટર સ્ક્વોડ્રનને પૂર્ણ કરવા માટે 126 MMRCA એટલે કે મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મનમોહન સરકારે 2007માં ટેન્ડર બહાર પાડ્યું હતું. ફ્રાન્સના રાફેલની પસંદગી 2012માં કરવામાં આવી હતી. પરંતુ સોદો પણ પૂર્ણ થઈ શક્યો નહીં. સમય વીતતો હતો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પરિસ્થિતિ બદલાતા 126 રાફેલનો સંપૂર્ણ સોદો ન કરી શકી, પરંતુ 2016માં ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ખરીદ્યા.
સ્વદેશી તેજસ કાર્યક્રમ ત્રણ દાયકાથી વધુ સમયથી ચાલી રહ્યો હતો. આ સોદો મનમોહન સિંહ સરકાર દરમિયાન થયો હતો. પ્રથમ સ્ક્વોડ્રનની સ્થાપના 2017 માં કરવામાં આવી હતી. એટેક હેલિકોપ્ટર અપાચે અને હેવી લિફ્ટ હેલિકોપ્ટરની ખરીદી પણ મનમોહન સિંહ સરકાર દરમિયાન શરૂ થઈ હતી. અમેરિકા પાસેથી ખરીદી માટેની પ્રક્રિયા 2009 માં શરૂ કરવામાં આવી હતી અને 2012 સુધીમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. ફાઇલ સંરક્ષણ મંત્રાલય અને નાણા મંત્રાલયમાં અટવાઈ ગઈ હતી. 2015 માં મોદી સરકારના (Modi Sarkar) નાણા મંત્રાલયે 22 અપાચે અને 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદવા માટે લીલી ઝંડી આપી હતી. આ સાથે, સેના માટે 6 અપાચેનો સોદો પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાશનના 11 વર્ષ થયા પૂર્ણ
— DD News Gujarati (@DDNewsGujarati) June 9, 2025
પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત, સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભરતા તરફ મજબૂતીથી આગળ વધી રહ્યું છે : સંરક્ષણ મંત્રી @rajnathsingh #11YearsOfSeva #11YearsofPMModi pic.twitter.com/TEt7piCgv3
સબમરીન યોજનાને નવો આકાર મળ્યો
નૌકાદળ માટે 6 સ્કોર્પિયન સબમરીનનો સોદો 2005 માં ટેકનોલોજી ટ્રાન્સફર હેઠળ થયો હતો. મુંબઈની માઝાગોન ડોક લિમિટેડ અને ફ્રાન્સના ડીસીએનએસ ગ્રુપે (DCNS Group) સંયુક્ત રીતે દેશમાં તેનું નિર્માણ કરવાનું હતું. આ પ્રોજેક્ટમાં ઘણો વિલંબ થયો હતો અને ભારતીય નૌકાદળને સોદા પર હસ્તાક્ષર થયાના 12 વર્ષ બાદ મોદી સરકાર (Modi Sarkar) આવતા તેની પ્રથમ સબમરીન મળી હતી.

તેવી જ રીતે, પ્રથમ સ્વદેશી પરમાણુ સબમરીનનો પ્રોજેક્ટ 70 ના દાયકાના અંતથી ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમ 26 જુલાઈ 2009 ના રોજ મનમોહન સરકાર દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો. 2013 માં, સબમરીન પરમાણુ રિએક્ટર સક્રિય થયું અને ત્રણ વર્ષ પછી, પીએમ મોદીએ દેશની પ્રથમ પરમાણુ સબમરીન અરિહંત દેશને સમર્પિત કરી. આ પછી, ગયા વર્ષે બીજી સબમરીન અરિઘાત પણ સામેલ કરવામાં આવી.