- ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા
- ડૉ. આંબેડકરનો જન્મ એક અસ્પૃશ્ય પરિવારમાં થયો હતો
- મહાર જાતિમાં મેટ્રિક પાસ કરનાર પ્રથમ વિદ્યાર્થી હતા
પ્રથમ વિશ્વયુદ્ધ નાં દિવસો હતાં. સમગ્ર વિશ્વમાં કાપડ ઉદ્યોગ માં જબરદસ્ત તેજી જોવાઈ રહી હતી. કાપડ ઉદ્યોગ માં વધેલાં યંત્રોને કારણે ભારતીય કાપડઉધોગ ધમધમી ઉઠયો હતો. ભારતભરમાં કાપડ મીલો નો વ્યાપ વધતો જતો હતો. કાપડ મીલો ને કારણે મજુર વર્ગની આર્થિક સ્થિતિ માં ઘણો જ સકારાત્મક બદલાવ આવ્યો હતો. કાપડની મિલો માં નોકરી મળવાને કારણે અન્ય વર્ગ નાં મજુરોની જેમ જ ભારતનાં દબાયેલા કચડાયેલા વર્ગનાં મજુરો નાં જીવન ધોરણ માં બદલાવ આવવાની શરૂઆત થઈ હતી. દબાયેલો કચડાયેલો વર્ગ સ્વયં પોતાની સ્થિતિ માં સુધારો થાય એવાં પ્રયત્ન કરવામાં આગળ વધી રહ્યો હતો.
પ્રથમ વિશ્વયુદ્ધ ની એક સકારાત્મક અસર જોવા મળી હતી કે વિશ્વભરમાં સામાજિક સુધારણાને વેગ મળ્યો. ભારતનાં અસ્પૃશ્યો માં પણ સુધારાની એક લહેર ઉઠવા ની શરૂઆત થઈ હોય એવું જણાતું હતું. પરિવર્તન ની લહેર ઉઠે એવું સામાન્ય રીતે ત્યારે જ બનતું હોય છે જ્યારે ગુલામ વર્ગ પોતાની સ્વ-ઓળખ, ચેતના પરત મેળવવા માટે કટીબદ્ધ બનવાનું વિચારી શકે છે, તે મેળવવા માટે પોતાના વિચારો ને જાગૃત કરવાની કોશિશ કરે છે. સ્વ-ઓળખ પરત મેળવવા નાં વૈચારિક સંઘર્ષ નું પરિણામ દબાયેલા કચડાયેલા વર્ગનાં વર્તન માં લાવવાની હિંમત કેળવવાનો સંગઠીત પ્રયાસ કરવાની શરૂઆત કરે છે.
સામાજિક સુધારણા ક્યારેય પરોપકાર ની ભાવનાથી આવતાં નથી પરંતુ પીડિતો જ્યારે એનાં માટે સંગઠીત થવાની શરૂઆત કરે છે અને પોતાની પીડા નાં આર્તનાદ ને સંગઠન ની શક્તિ થી બુલંદ બનાવી ને ઊભા થાય છે ત્યારે આવે છે.
એક તરફ સામાજિક સુધારણા માટે નાં વિચારો નો પ્રભાવ વધી રહ્યો હતો અને બીજી તરફ દબાયેલા કચડાયેલા વર્ગનાં લોકો માં સંગઠન ની ભાવના ખીલવાની શરૂઆત થઈ હતી. સંગઠન નું માળખું, સભ્યો, નીતિ ગમે તેટલી સાચી અને સારી હોય, સંગઠનના સભ્યો ની સંખ્યા પણ વધારે હોય પરંતુ જો સંગઠન ને સબળ, સમર્થ, હિંમતવાન, દીર્ઘદ્રષ્ટા, નીડર, સાહસિક, સમર્પિત, પ્રામાણિક, યોગ્ય સમયે સંગઠન અને એનાં સભ્યો નાં સમર્થનમાં યોગ્ય નિર્ણય લેવાની શક્તિ અને કોઠાસૂઝ ધરાવતા, સંગઠનનાં સભ્યો ને માન્ય તથા સંગઠનના સભ્યો માં શિસ્ત, નૈતિકતા, પ્રામાણિકતા લાવી શકે એવાં નેતા નાં હોય તો એ સંગઠન સંગઠન નાં રહેતાં એક જ વિચાર ધરાવતા લોકોનાં ટોળાં થી વિશેષ પ્રભાવ ઊભો નથી કરી શકતું.
એક તરફ જ્યાં ભારત નાં કચડાયેલા દબાયેલા વર્ગના લોકોમાં સ્વ-ચેતના પ્રાપ્ત કરવાની તૈયારી થઈ રહી હતી બસ ત્યારે જ ભારત નાં દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્યો નાં ઈતિહાસ નાં આકાશની ક્ષિતિજ એક નવાં જ જાજવલ્યમાન, તેજસ્વી, નીડર, વિદ્વાન, હિંમતવાન, દીર્ઘદ્રષ્ટા અને પોતાના અવાજનો પડઘો પાડીને સ્વીકાર કરાવી શકે એવાં નેતાનાં ઉદય ની સાક્ષી બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થવાની કલ્પના થી ઉત્સાહિત હતી.
ક્રમશઃ