Spread the love

  • મધ્ય પૂર્વથી ભારત સુધી રેલવે લાઇન
  • ચીન ખાડી દેશોમાં પોતાની હાજરી વધારી રહ્યું છે
  • ચીનના જવાબમાં ચીન વિરોધી દેશોની રેલ ડીલ

ચીન ઝડપથી મધ્ય પૂર્વના દેશોમાં પોતાનો પગપેસારો કરી રહ્યું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા ચીને વિશ્વભરના દેશોમાં રોડ માર્ગે પ્રવેશ મેળવ્યો. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના જવાબમાં ચીન વિરોધી દેશો મહત્વપૂર્ણ ડીલ પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ હેઠળ અરબ દેશો એશિયાઈ ક્ષેત્ર લેવન્ટ સાથે જોડાશે, જે ઈઝરાયેલ થઈને અરબી સમુદ્ર થઈને ભારત પહોંચશે.

ચાઈનીઝ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો સામનો કરવા માટે આ ડીલને કોન્ફરન્સ દરમિયાન અથવા બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. અમેરિકામાં એવી જોરદાર ચર્ચા છે કે જો આ ડીલ ફાઈનલ થઈ જશે તો બાઈડન એડમિનિસ્ટ્રેશન માટે મિડલ ઈસ્ટમાં પોતાની પોલિસી લાગુ કરવામાં સરળતા રહેશે. જો આ ડીલ પર હસ્તાક્ષર થઈ જાય તો અમેરિકા માટે એક તીર વડે બે નિશાન તાકી શકાય તેમ છે, એક, ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને સુધારવાનું સરળ બની શકે અને બીજું ચીનને આ નવા પ્રોજેક્ટથી પણ જવાબ આપી શકાય છે.

શું છે આ પ્રોજેકટ ?

દિલ્હીમાં G20 સમિટ માટે મંચ તૈયાર થઈ ગયો છે અનેક દેશોના વડાઓ, નેતાઓનું આગમન થઈ ચૂક્યું છે. અમેરિકાના પ્રેસિડેંટ જૉ બાઈડન ગઈ કાલે જ ભારત પહોચી ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પીએમઓ ખાતે દ્વિપક્ષીય ચર્ચા પણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પણ ભારત આવી પહોંચ્યા છે. આ દરમિયાન, રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે પીએમ મોદી અને કેટલાક અન્ય G20 દેશો સહિત આ બંને નેતાઓ વચ્ચે મહત્વકાંક્ષી રેલ પ્રોજેકટની ડીલ થઈ શકે છે. ચીન મધ્ય પૂર્વમાં પોતાનો દબદબો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આ પ્રોજેકટની આવશ્યકતા વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણ વચ્ચે ઉભી થઈ છે.

G20 જુથ ઉપરાંત, એક કેરતા વધુ દેશોનું જૂથ I2U2 નામે છે જેમાં ભારત, ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. છેલ્લા દોઢ વર્ષમાં ગલ્ફ અને અન્ય દેશોને જોડવા માટે રેલ પ્રોજેક્ટનો મુદ્દો આ I2U2 જુથની બેઠકમાં આવ્યો હતો. ખાડીના ઘણા દેશો ચીનના મહત્વાકાંક્ષી એવા બેલ્ટ એન્ડ રોડ પ્રોજેકટનો હિસ્સો બનેલા છે. આ જોતાં મધ્ય પૂર્વના દેશોમાં ચીનની હાજરી વધતી હોવાનું દેખાય છે. ચીનનો મધ્ય પૂર્વમાં ઊભો થતો પ્રભાવ ભારત અને અમેરિકા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, જેને ઉત્તર આપવા માટે અમેરિકાના પ્રમુખ બાઈડનનો પ્રયાસ આ રેલ્વે ડીલને અંતિમ સ્વરૂપ આપવાનો છે. આ ડીલ પર હસ્તાક્ષર થઈ જાય તો અમેરિકાની સ્થિતિ મધ્ય પૂર્વમાં ચીનને પડકાર આપી શકવા સક્ષમ થઈ શકે છે.

ચીન જે ઝડપથી મધ્ય પૂર્વના દેશોમાં પોતાનો પગપેસારો વધારી રહ્યું છે તે વિશ્વના અન્ય દેશો માટે પડકાર બનતો જાય છે કે આવનારા ભવિષ્ય માટે પડકાર બની શકે છે કારણ કે વિશ્વની આર્થિક વ્યવસ્થાનું ચાલક બાલ એવું ઓઈલના સૌથી મોટા સપ્લાય મધ્ય પૂર્વના દેશોમાંથી જ થાય છે. આ ઉપરાંત જે ચીજ પર ચીન નો એકહથ્થુ અધિકાર આવે છે ત્યારે તે સમગ્ર વિશ્વની સપ્લાય ચેઈનને લ્હોરવી દે છે અથવા વિશ્વને બ્લેકમેઈલ કરે છે તેનો અનુભવ સમગ્ર વિશ્વને કોરોના કાળમાં થઈ ચૂક્યો છે ત્યારે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા ચીને વિશ્વભરના દેશોમાં રોડ માર્ગની સાથે સાથે રેલવેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેના થકી ચીન વિશ્વના દેશોમાં પગપેસારો કરી રહ્યું છે. આ સ્થિતિમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જવાબમાં ચીન વિરોધી દેશો રેલ ડીલ પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. સાઉદી અરેબિયાથી ભારત સુધી રેલવે લાઇન નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ અને G20 સમિટમાં આવેલા અન્ય દેશો સાથેની બેઠકમાં આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટ હેઠળ અરબ દેશો એશિયાઈ ક્ષેત્ર લેવન્ટ સાથે જોડાશે, જે ઈઝરાયેલ થઈને અરબી સમુદ્ર થઈને ભારત પહોંચશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.