- દેશની GDP કરતા વધુ આવક ખેતીની ગણાવાઈ
- આવકવેરો ભરવો ન પડે તેથી ખેતીની આવક ગણાવી
- ભારતમાં ખેતીની આવક ઉપર આવકવેરો શૂન્ય છે
વર્તમાન ચિત્ર અને ચિંતા
આજની વર્તમાન સ્થિતિ વચ્ચે 2016 માં એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા RTI ના હવાલાથી ખેતીની આવક ઉપર આવકવેરો નહીં હોવાના રસ્તે કેવી રીતે અબજો રૂપિયાના રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા તેનો એક વિસ્ફોટક ખુલાસો કર્યો હતો તે જાણવા જેવો છે. જે ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પંજાબ તથા હરિયાણાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની ચિંતાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકારના મંત્રીઓ દ્વારા ખેડૂત નેતાઓ સાથે એક કરતાં વધુ વખત બેઠકો કરવામાં આવી છે. સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ચાલેલી બેઠકોમાં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે સરકાર દ્વારા ખેડૂતોની ચિંતાનો ઉકેલ લાવવા લવચીકતા દેખાડવામાં આવી છે જ્યારે ખેડૂત નેતાઓ દ્વારા જીદ, મમત કે હઠાગ્રહ ધરાવતા દેખાય છે.
વિસ્ફોટક ખુલાસો
એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા RTI નાં હવાલાથી 2016 એવો વિસ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો હતો જેનાથી ખેતી, ખેતીની આવક, ખેડૂતોની સ્થિતિ અને સરકારની આંખમાં કેવી રીતે ધુળ નાખવામાં આવે છે એનો પર્દાફાશ થયો હતો. ખાનગી ચેનલ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે 2011-12 નાં વર્ષમાં ભારતની કુલ GDP કરતાં અનેક ગણી વધારે રકમને ખેતીની આવક દર્શાવીને ટેક્સ ભરવામાંથી મુક્તિ મેળવીને દેશની આર્થિક વ્યવસ્થાનો દૂરુપયોગ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2011-12 માં ભારતના આશરે 6.5 લાખ ‘ખેડૂતો’ એ અબજો રૂપિયાની ખેતીની આવક દર્શાવી
ખાનગી સમાચાર ચેનલ દ્વારા RTI દ્વારા મેળવેલી માહિતીનો હવાલો આપીને આ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ચેનલ દ્વારા કરવામાં આવેલા પર્દાફાશની વિગતો મુજબ વર્ષ 2011-12 માં ભારતના આશરે 6.5 લાખ ‘ખેડૂતો’ દ્વારા ‘ખેતીની આવક’ દર્શાવીને લગભગ 2 હજાર લાખ કરોડ રૂપિયા કમાઈ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે ભારતમાં ખેતીની આવક ટેક્સ ફ્રી છે ત્યારે અને ખેડૂતોની સ્થિતિ કેવી વિકટ ત્યારે હતી એ જોતાં માનવામાં ન આવે એવા આ ખુલાસા મુજબ જે રકમ આશરે 2 હજાર લાખ કરોડ રૂપિયાનું ભેલાણ કરીને પોતાના ખિસ્સામાં સેરવી લેવામાં આવ્યા હતા. જે રકમનો ખુલાસો કરવામાં આવ્યો છે એ રકમ દેશની તત્કાલીન GDP નાં આશરે 25 ગણી વધારે હતી.
પટણા હાઈકોર્ટમાં થયેલી જનહિત યાચિકા બાદ CBDT આવ્યું હતું હરકતમાં
પટણા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેમાં એવું ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું કે દેશમાં ખેતીની આવક ટેક્સ ફ્રી છે ત્યારે અનેક લોકો દ્વારા કરોડો રૂપિયાની આવક ખેતીની આવક તરીકે દર્શાવવામાં આવી રહી છે. આ જાહેરહિતની અરજી બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) હરકતમાં આવ્યું હતું. ખાનગી ચેનલ દ્વારા CBDT ના 10 માર્ચના એક આંતરિક પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં તેના અધિકારીઓને કરદાતાઓ દ્વારા 1 કરોડ રૂપિયા કરતા વધારે આવક ખેતીની આવક તરીકે દર્શાવવામાં આવી હોય તેની વાસ્તવિકતા ચકાસવા માટે જણાવાયું હતું. CBDT દ્વારા એવું નોંધવામાં આવ્યું હતું કે ખેતીની આવક તરીકે દેખાડવામાં આવેલી રકમ મની લોન્ડરિંગ માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે.
ખેતીની આવક ગણાવાયેલી રકમના કેટલાક તથ્યો
વર્ષ 2010-11 માં ભારતની કુલ GDP 78,77,947 કરોડ રૂપિયા હતી. ભારતની કુલ GDP માં ખેતીની GDP 1319 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન જ ‘ખેડૂતો’ એ 2 હજાર લાખ કરોડ રૂપિયાના રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા જે માનવામાં ન આવે તેવું છે. વિચાર કરવા જેવી બાબત એ છે કે જ્યારે દેશની કુલ ખેતીની GDP 1319 કરોડ રૂપિયા હતી ત્યારે 2 લાખ હજાર કરોડ રૂપિયાના રિટર્ન ભરાયા એ કેવી રીતે ધ્યાન બહાર રહી ગયું હશે કે પછી કોઈ મેળાપીપણામાં આ ચાલ્યું હશે, જો કોઈના મેળાપીપણામાં આ થયું હતું તો કોણ જવાબદાર હતા ? એ પ્રશ્ન અનુત્તર છે. વર્ષ 2012-13 માં પણ આવી જ રીતે કરોડો રૂપિયાની આવક ખેતીની આવક તરીકે દર્શાવવામાં આવી હતી જે GDP કરતા 7.5 ગણી વધારે હતી જે આ ગતિવિધિ ચાલુ જ હતી એવું ચિત્ર સ્પષ્ટ કરે છે. આ સમગ્ર ઘટના જોઈએ તો એવી શક્યતા દેખાય છે કે ખેતીની આવક તરીકે દર્શાવવામાં આવેલી રકમનો દુરૂપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવતો હોવો જોઈએ.
નિષ્ણાતોનો મત શું કહે છે
સમગ્ર મામલે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે કરદાતાઓ ગામડામાં પૂર્વજોની મિલકત દર્શાવીને સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની સંભાવના છે. આ ઉપરાંત ખેતીની કરોડો રૂપિયાની આવક દર્શાવનારા કરદાતાઓ ખેત ઉત્પાદનોના વેપારીઓ પાસેથી બનાવટી રસીદો મેળવીને તે પુરાવા તરીકે રજુ કરી રહ્યા છે. આ દરમિયાન ટેક્સ વિભાગના અધિકારીઓએ 20 માર્ચ સુધી પોતાના અધિકારક્ષેત્રનો રિપોર્ટ CBDT ને આપવાનો હતો જેથી CBDT પટણા હાઈકોર્ટમાં રજૂ કરી શકે.
- નોંધ લેખમાં દર્શાવાયેલા આંકડા તથા વિગતો ખાનગી ન્યુઝ ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલા રિપોર્ટમાંથી લેવામાં આવ્યા છે.