વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 ઑક્ટોબરે જેના પ્રાથમિકતા ધરાવતા ભાગનું ઉદ્ઘાટન કરશે અને 21 ઑક્ટોબરથી મુસાફરો માટે ટ્રેનનું સંચાલન શરૂ થશે તે RAPIDX, ભારતની પ્રથમ પ્રાદેશિક ટ્રેન સેવા, આ મહિને 17-કિલોમીટર સુધી ઓપરેટ કરી શકાશે. અહેવાલમાં જણાવાયું છે કે રૂટ પર સ્થિત પાંચ સ્ટેશનો સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો છે. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) દ્વારા ‘રેપિડએક્સ’ નામની સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલવે સેવા માટે નિર્મિત ‘રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS) કોરિડોર પર દોડનારી ‘રેપિડએક્સ’ ટ્રેન કેવી હશે?
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર પર ચલાવવામાં આવનારી RapidX ટ્રેનો CCTV કેમેરા, ઇમરજન્સી દરવાજા અને ટ્રેન ઓપરેટર સાથે વાતચીત કરવા માટે એક બટન જેવી સુરક્ષા સુવિધાઓ તથા અન્ય અનેક સુવિધાઓથી સજ્જ હશે.
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના 17 કિમી લાંબા પ્રાથમિકતા ધરાવતા રુટ પર ઉદ્ઘાટન પહેલા બુધવારે RapidX ટ્રેનનું મીડિયા પ્રીવ્યૂ યોજવામાં આવ્યો હતો.
NCRTC એ કેન્દ્ર સરકાર અને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારોનું સંયુક્ત સાહસ છે અને તે નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) દ્વારા ‘રેપિડએક્સ’ નામની સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલવે સેવા માટે ‘રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS) કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) દ્વારા ‘રેપિડએક્સ’ નામની સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલવે સેવા માટે નિર્મિત ‘રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS) કોરિડોર પર દોડનારી ‘રેપિડએક્સ’ ટ્રેનની મહત્તમ સ્પીડ 160 પ્રતિ કલાક છે. ટ્રેનમાં ઓવરહેડ લગેજ રેક, વાઈ-ફાઈ અને દરેક સીટ પર મોબાઈલ તથા લેપટોપ ચાર્જિંગ સોકેટ જેવી પેસેન્જર સુવિધાઓ ઉપરાંત ઘણી સુરક્ષા સુવિધાઓથી પણ સજ્જ છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દરેક કોચમાં લગભગ છ સીસીટીવી કેમેરા છે અને આ કોરિડોરમાં પ્રાથમિકતા મુસાફરોની સુરક્ષાને આપવામાં આવેલી છે.
‘રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS) કોરિડોર પર દોડનારી ‘રેપિડએક્સ’ ટ્રેનના કોચ ઈમરજન્સી દરવાજો, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા અથવા અન્ય પ્રકારની કટોકટીના કિસ્સામાં ટ્રેન ઓપરેટર સીધી સાથે વાત કરવા માટેનું બટન અને અગ્નિશામક સાધનો ઉપ્લબ્ધ હશે.
આ “રેપિડએક્સ” ટ્રેનનો વિડિઓ ઑલ ઈન્ડિયા રેડિયો ન્યુઝ દ્વારા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ Xપર શેર કરવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે રેપિડેક્સ ટ્રેનના પ્રીમિયમ કોચમાં એક ટ્રેન એટેન્ડન્ટ હાજર રહેશે તે અન્ય કોચમાં પણ ફરશે. કટોકટીની સ્થિતિમાં તેનો સંપર્ક કરી શકાશે. વધુ સારી સુરક્ષા માટે, દરેક RRTS સ્ટેશન પર RRTS ટ્રેનના દરવાજા અને સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડાયેલા ‘પ્લેટફોર્મ સ્ક્રીન ડોર’ (PSD) લગાવવામાં આવ્યા છે.
RAPIDX દરેક ટ્રેનમાં મહિલાઓ માટે એક સ્પેશિયલ કોચ હશે. મહિલાઓ માટે આરક્ષિત પ્રત્યેક કોચમાં 72 બેઠકોની ક્ષમતા હશે. આ કોચમાં દરેક સ્ટેશન પર ડાયપર બદલવાની સુવિધા પણ ઉપ્લબ્ધ હશે. પ્લેટફોર્મ પરથી અને ટ્રેનના દરવાજા ખોલવા પરથી આ કોચને ઓળખવા માટે ચોક્કસ નિશાન પણ રાખવામાં આવશે.
મુસાફરો કટોકટીની સ્થિતિમાં સ્ટેશન સત્તાવાળાઓનો સંપર્ક સીધા જ ‘હેલ્પ કોલ પોઈન્ટ’નો ઉપયોગ કરીને કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરો RapidX Connect મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ઈમરજન્સી સહાયનો લાભ લઈ શકે છે. NCRTC ને દિલ્હી અને મેરઠ વચ્ચે ભારતના પ્રથમ RRTS ના નિર્માણની દેખરેખ રાખવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. ₹30,274 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામનારી દિલ્હી-મેરઠ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું નિર્માણ કાર્ય જૂન 2019માં શરૂ થયું હતું અને જૂન 2025 સુધીમાં સમગ્ર 82.15 કિમી લાંબી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.