Spread the love

ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો SAF વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ 28 થી 30 નવેમ્બર 2024 દરમિયાન દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ, મહારાષ્ટ્ર ખાતે હાથ ધરવામાં આવ્યો હતો. આ આર્ટિલરી કવાયતથી ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો વચ્ચે સંરક્ષણ સહયોગ અને પરસ્પર સામંજસ્યમાં વધારો થયો છે.

ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત શનિવારે ફિલ્ડ ફાયરિંગ રેન્જ, દેવલાલી (મહારાષ્ટ્ર) ખાતે પૂર્ણ થઈ. બન્ને દેશોના સૈન્ય વચ્ચે આ 13 મો સંયુક્ત સૈન્ય અભ્યાસ હતો. 28 નવેમ્બરથી 30 નવેમ્બર 2024 દરમિયાન ત્રણ દિવસીય સન્યુક્ત અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સિંગાપોર સશસ્ત્ર દળોની ટુકડીની ભાગીદારી જોવા મળી હતી. આ સંયુક્ત અભ્યાસમાં સિંગાપોર આર્ટિલરીના 182 જવાનો અને ભારતીય સેનાની આર્ટિલરી રેજિમેન્ટના 114 જવાનોનો ઉપસ્થિત હતા.

XAW-2024 નો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ બહુરાષ્ટ્રીય દળ તરીકે અભ્યાસ અને પ્રક્રિયાઓની પરસ્પર સમજણ વધારવાનો હતો. આ અભ્યાસમાં બંને સૈન્યની આર્ટિલરી દ્વારા જોઈન્ટ સ્ટ્રાઈકનું આયોજન, અમલીકરણ અને નવી પેઢીના ઉપકરણોનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો હતો.

યુદ્ધ કૌશલ્ય દર્શાવતા સૈનિકોનું સન્માન કરાયું

આ સંયુક્ત યુદ્ધ અભ્યાસને આર્ટિલરીના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ અદોશ કુમાર, સ્કૂલ ઓફ આર્ટિલરીના કમાન્ડન્ટ લેફ્ટનન્ટ જનરલ એનએસ સરના અને સિંગાપોર આર્મ્ડ ફોર્સના ચીફ આર્ટિલરી ઓફિસર કર્નલ ઓંગ ચિઉ પેરંગે નિહાળ્યો હતો. મહાનુભાવોએ ઉચ્ચ સ્તરીય વ્યાવસાયિક કૌશલ્ય અને કુશળતા દર્શાવવા માટે ભાગ લેનાર સૈનિકોની પ્રશંસા કરી હતી.

અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ

આ કવાયતમાં વ્યાપક સંયુક્ત તૈયારી, સંકલન, એકબીજાની ક્ષમતાઓની, પ્રક્રિયાઓ સમજ અને ભારતીય અને સિંગાપોર આર્ટિલરી પ્રક્રિયાઓ વચ્ચે સામાન્ય ઇન્ટરફેસનો વિકાસ સામેલ હતો. તે સિંગાપોર સશસ્ત્ર દળોના સૈનિકો દ્વારા ફાયર પાવર પ્લાનિંગની જટિલતાઓને ઉજાગર કરીને સફળ તાલીમની પરાકાષ્ઠાને ચિહ્નિત કરે છે. બંને પક્ષોએ સંયુક્ત અભ્યાસ દરમિયાન ચોક્કસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો અને સંયુક્ત તાલીમના ભાગ રૂપે શ્રેષ્ઠ પ્રથાઓની આપલે કરી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Bharat: ભારત અને સિંગાપોરનો સંયુક્ત સૈન્ય અભ્યાસ, શૌર્ય અને શક્તિની જોવા મળ્યો અનોખો સંગમ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *