IMF
Spread the love

IMF ના તાજેતરના રિપોર્ટ અનુસાર ભારત 2027 સુધીમાં 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2028 સુધીમાં ભારતનો GDP $5.58 ટ્રિલિયન સુધી પહોંચી જશે, જ્યારે તે સમયે જર્મનીનો GDP $5.25 ટ્રિલિયન હશે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત 2025 માં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (એપ્રિલ 2025) રિપોર્ટમાં આ દાવો કર્યો છે.

IMFના અંદાજ મુજબ, ભારતનો નોમિનલ GDP 2025માં $4.187 ટ્રિલિયન સુધી પહોંચી જશે, જે જાપાનના $4.186 ટ્રિલિયનના અંદાજિત GDP કરતા થોડો વધારે છે. આનો અર્થ એ થયો કે કઠિન સ્પર્ધામાં, ભારત હવે જાપાનને પાછળ છોડી દેશે.

2024 સુધી પાંચમા નંબરે હતું ભારત

2024 સુધી, ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી, પરંતુ 2027 માં ભારતનો GDP 5 ટ્રિલિયન ડોલર થશે IMF અનુસાર, 2025 માં ભારત જાપાનને પછાડીને ચોથા સ્થાને પહોંચી જશે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતનો આર્થિક વિકાસનો રથ અહીં અટકવાનો નથી, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2028 સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડી દેશે અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

2027 માં ભારતનો GDP 5 ટ્રિલિયન ડોલર થશે: IMF

IMF મુજબ, ભારત 2027 સુધીમાં 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2028 સુધીમાં ભારતનો GDP $5.58 ટ્રિલિયન સુધી પહોંચી જશે, જ્યારે તે સમયે જર્મનીનો GDP $5.25 ટ્રિલિયન હશે. અર્થાત 2028 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટોચના 10 અર્થતંત્રોમાં ભારતનું વર્ચસ્વ

2025 ની વિશ્વની ટોચની 10 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓની યાદીમાં ભારત ચોથા ક્રમે રહેશે, જે તેના આર્થિક કદને વધુ મજબૂત બનાવશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના અહેવાલ મુજબ, અમેરિકા 30.5 ટ્રિલિયન ડોલર GDP સાથે પ્રથમ સ્થાને રહેશે, જ્યારે ચીન 19.2 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર સાથે બીજા સ્થાને રહેશે. જર્મની $4.74 ટ્રિલિયનના અંદાજિત GDP સાથે ત્રીજા સ્થાને રહેશે. ત્યાર બાદ અંદાજિત 4.18 ટ્રિલિયન ડોલર GDP સાથે ભારત ચોથા સ્થાને રહેશે.

જાપાન 4.18 ટ્રિલિયન ડોલર GDP સાથે ભારત કરતા થોડા જ અંતરથી પાછળ રહીને પાંચમા ક્રમે રહેશે. ત્યાર બાદ યુનાઇટેડ કિંગડમ (યુકે) 3.83 ટ્રિલિયન ડોલર જીડીપી સાથે છઠ્ઠા સ્થાને, ફ્રાન્સ 3.21 ટ્રિલિયન ડોલર GDP સાથે સાતમા સ્થાને, ઇટાલી 2.42 ટ્રિલિયન ડોલર જીડીપી સાથે આઠમા સ્થાને, કેનેડા 2.22 ટ્રિલિયન ડોલર સાથે નવમા સ્થાને અને બ્રાઝિલ 2.12 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે દસમા સ્થાને રહેશે.

ટોચના બે ક્રમે હજુ પણ અમેરિકા અને ચીન

2025 માં પણ, અમેરિકા અને ચીન વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ રહેશે. IMF કહેવા મુજબ આ સ્થિતિ દાયકાના અંત સુધી ચાલુ રહેશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે IMF એ 2025 માટે ભારતનો વિકાસ દર 6.5 ટકાથી ઘટાડીને 6.2 ટકા કર્યો છે. ભારતની વિકાસ દર ઘટવાનું કારણ અમેરિકા પ્રમુખ ટ્રમ્પની ટેરિફ નીતિઓ દ્વારા સર્જાયેલ વૈશ્વિક વેપાર તણાવ છે. જોકે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનો વિકાસ પ્રમાણમાં સ્થિર છે અને તેનું મુખ્ય કારણ ખાનગી વપરાશમાં વધારો એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં ખાનગી ખર્ચમાં વધારો છે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

નવી વૈશ્વિક આર્થિક વ્યવસ્થાની શરૂઆત?

IMF એ ચેતવણી આપી છે કે છેલ્લા 80 વર્ષથી વિશ્વ જે આર્થિક વ્યવસ્થા પર ચાલી રહ્યું છે તે હવે બદલાઈ રહી છે. એક નવા આર્થિક વ્યવસ્થાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, અને આ પરિવર્તન વચ્ચે, આગામી વર્ષોમાં ભારતની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની શકે છે. ભારતનું અર્થતંત્ર જે ગતિએ વધી રહ્યું છે તે દર્શાવે છે કે આવનારો દાયકો ભારતનો હોઈ શકે છે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *