દેશના કોર્પોરેટ ક્ષેત્રની સાફસુફી કરવાના હેતુથી એક વ્યાપક કાર્યવાહીમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (MCA) છેલ્લા પાંચ વર્ષમાં 2.33 લાખ નિષ્ક્રિય અને સંભવિત ગેરકાયદેસર સંસ્થાઓને બધ કરી છે.
રાજ્યસભામાં કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા દ્વારા એક અ-તારાંકિત પ્રશ્નના લેખિત જવાબમાં જાહેર કરાયેલી જાણકારી મુજબ અત્યાર સુધીની ભારતની કોર્પોરેટ રજિસ્ટ્રીની આ સૌથી અભૂતપૂર્વ અને વ્યાપક સાફસુફી હોઈ શકે છે.
બંધ કરવામાં આવેલી કંપનીઓની સંખ્યા કરચોરી, મની લોન્ડરિંગ અને અન્ય આર્થિક ગુનાઓને સરળ બનાવવાની શંકા ધરાવતી શેલ કંપનીઓને જડમૂળથી દૂર કરવાના સરકારના મિશન તરફ નિર્દેશ કરે છે. કંપની અધિનિયમ હેઠળ “શેલ કંપનીઓ” ની કોઈ વૈધાનિક વ્યાખ્યા ન હોવા છતાં જે સળંગ વર્ષોથી વૈધાનિક પાલન આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે તેવી નિષ્ક્રિય કંપનીઓને ઓળખવા અને સિસ્ટમમાંથી દૂર કરવા પર કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (MCA) નું ધ્યાન છે.
દિલ્હી અને મહારાષ્ટ્ર: કરચોરીના એપિસેન્ટર?
ભારતના આર્થિક પાવરહાઉસ એવા મહારાષ્ટ્ર અને દિલ્હી આ શંકાસ્પદ કંપનીઓની સૂચિમાં સૌથી અગ્રણી રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે, જેમાં 2019 અને 2024 ની વચ્ચે અનુક્રમે 36,856 અને 35,637 કંપનીઓ બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ (22,644), કર્ણાટક (19,242) અને તમિલનાડુ (16,143) આવે છે. આ દેશના કોર્પોરેટ જગતમાં નોન-કોમ્પલાયંસ અને છેતરપિંડીની પ્રવૃત્તિઓનો વ્યાપ ચિંતાજનક રીતે અનેક પ્રશ્નો ઉભા કરે છે.
મર્યાદિત કોર્પોરેટ ધરાવતા લદ્દાખ અને લક્ષદ્વીપ જેવા નાના કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સંખ્યા નગણ્ય છે. જો કે, સરકાર જેને દૂર કરવા અને કોર્પોરેટ જગતની સાફસફાઈ માટે મથી રહી છે તેનું મોટા રાજ્યોમાં તેનું મોટું પ્રમાણ એક પ્રણાલીગત સમસ્યાનો સંકેત આપે છે.
સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO) જેવી તપાસ સંસ્થાઓ સાથે નજીકના સહયોગથી શેલ કંપનીઓ સામે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (MCA) ના આક્રમણને બળ મળ્યું છે. MCA-21 પોર્ટલ દ્વારા અદ્યતન ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને, સત્તાવાળાઓએ ચોકસાઇ સાથે બિન-અનુપાલક સંસ્થાઓ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. આ માળખું જેઓ પોતાને નિષ્ક્રિય જાહેર કરવામાં અથવા અનુપાલન આદેશોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે એવી ફર્મ્સ સામે પગલાં લેવા માટે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (RoCs)ને સત્તા આપે છે.