પાનકાર્ડ એક અગત્યનો ડોક્યુમેન્ટ છે. વ્યક્તિની તમામ બેન્કિંગ અને ફાયનાન્સ રિલેટેડ માહિતી પાનકાર્ડમાં સામેલ હોય છે. ભારત સરકારે પાનકાર્ડને અપડેટ કરવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના પાછળ સરકાર લગભગ 1435 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જીકના ભવિષ્યમાં QR કોડવાળા પાન કાર્ડ મળશે.
ઈમેલ આઈડી પર નવો QR કોડ PAN મફતમાં મેળવી શકાય છે. આ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નહીં. જોકે પાન કાર્ડ ની હાર્ડ કોપી મંગાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. નવા PAN કાર્ડ માટે ઈ-મેલ આઈડી દ્વારા કેવી રીતે અરજી કરી શકાય છે.
કેટલો ચાર્જ ચુકવવો પડશે?
ઈ-પાન કાર્ડ ઈમેલ પર ઓર્ડર કરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં. જોકે ભૌતિક PAN માટે ચાર્જ ચૂકવવા પડશે. આવકવેરા વિભાગે દર્શાવેલા FAQ મુજબ ભૌતિક પાન કાર્ડ માટે, અરજદારે 50 રૂપિયાની નિર્ધારિત ફી ચૂકવવી પડશે. ભારત બહાર પાન કાર્ડની ડિલિવરી માટે અરજદારે 15 રૂપિયા + ભારતીય પોસ્ટલ શુલ્ક ચુકવવાનું થશે. ઉલ્લેખનીય છે કે PAN 2.0 પ્રોજેક્ટ હજી પ્રસ્તાવિત છે, કરદાતાઓ અને વ્યક્તિઓ હાલમાં તેમના ઇમેઇલ ID પર તેમનો PAN મેળવી શકે છે. જો આવકવેરા ડેટાબેઝમાં કોઈ ઈમેલ આઈડી નોંધાયેલ ન હોય, તો કરદાતાઓ PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ ઈન્કમટેક્સ ડેટાબેઝમાં ઈમેલ એડ્રેસ ફ્રીમાં અપડેટ કરી શકે છે.
ઈમેલ પર ફ્રી પાન કાર્ડ 2.0 મેળવવાની રીત
આ માટે અરજદારે બ્રાઉઝર માં https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html લિંક ઉપર જવાનું છે. આ પૃષ્ઠ પર વર્તમાન PAN નંબર, આધાર નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. તમામ જરૂરી માહિતી ભરીને, આપેલા ટિક બોક્સ પર ચિહ્નિત કરો અને “સબમિટ” બટન પર ક્લિક કરવાનુ રહેશે.
તમારી વિગતો પુષ્ટિ કરવાનું
આગળ વધતી વખતે, એક નવી સ્ક્રીન પર આપેલી વિગતોની પુષ્ટિ કરવાનું કહેવામાં આવશે. અહીં, અરજદારે આપેલા PAN અને આધાર સાથે જોડાયેલી આવકવેરા વિભાગના રેકોર્ડ્સની યોગ્યતા તપાસવાની રહેશે. ત્યાર બાદ મોબાઇલ પર OTP (વન ટાઈમ પાસવર્ડ) મોકલાવવાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યાર બાદ મોબાઈલ ઉપર OTP આવશે જે માત્ર 10 મિનિટ માટે માન્ય રહેશે. મોબાઈલ ઉપર આવેલો OTP તમારે સ્ક્રીન પર નિશ્ચિત સ્થાન ઉપર દાખલ કરવાનો રહેશે. ત્યાર બાદ e-PAN જનરેટ કરવા માટે, ચુકવણી કરવાની રહેશે. આ માટે પસંદગીને અનુરૂપ ચુકવણી પદ્ધતિ (જેમ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ, વગેરે) પસંદ કરીને ચુકવવાની રકમ તપાસીને “ચુકવણીની પુષ્ટિ કરો” બટન પર ક્લિક કરવાનું રહેશે.
ચુકવણી થઈ ગયા બાદ PAN કાર્ડ રજિસ્ટર્ડ ઇમેઇલ પર મોકલવામાં આવશે. સામાન્ય રીતે, PAN કાર્ડ પ્રાપ્ત કરવા માટે 30 મિનિટ સુધીનો સમય લાગી શકે છે. જો 30 મિનિટ બાદ પણ PAN કાર્ડ તમારા ઈમેઇલ પર ન આવે, તો tininfo@proteantech.in પર ઈમેઇલ ફરિયાદ કરી શકો છો. વધુ મદદ માટે, તમે કસ્ટમર કેર નંબર 020-27218080 અથવા 020-27218081 પર પણ કૉલ કરી શકો છો.
આ રીતે, તમે NSDL વેબસાઇટ પરથી સરળતાથી અને ઝડપથી PAN કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.