ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ લાયસન્સ ધરાવતા ખાદ્ય ઉત્પાદકો અને આયાતકારોને રિજેક્ટેડ અને એક્સપાયર થઈ ગયેલી ખાદ્ય ચીજોનો ત્રિમાસિક ડેટા પુનઃઉપયોગ અટકાવવા માટે તેના FOSCOS (ઓનલાઈન કમ્પ્લાયન્સ સિસ્ટમ) ઉપર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્દેશ 16 ડિસેમ્બરે જારી કરવામાં આવ્યો હતો અને તે રિપેકર અને રિલેવલર્સને પણ લાગુ પડે છે.
રિપોર્ટમાં ત્રણ મહત્વના ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં આંતરિક ગુણવત્તા પરીક્ષણ અથવા નિરીક્ષણમાં નિષ્ફળ રહેલા ઉત્પાદનોના જથ્થા, ફૂડ રીટીઈલ ચેઈનમાંથી નકારવામાં આવેલા ઉત્પાદનોની માત્રા અને ઉત્પાદનના નિકાલ અંગેના વિગતવાર અહેવાલોનો સમાવેશ થાય છે.
આદેશનો હેતુ શું છે?
આ ઓર્ડરનો હેતુ આવા ઉત્પાદનોના ફરીથી થતા ઉપયોગ અને રિબ્રાન્ડિંગને રોકવાનો છે. નોંધનીય છે કે FOSCOS રિપોર્ટિંગ ફંક્શન હજુ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. નિયમનકારે ખાદ્ય ઉદ્યોગોને સિસ્ટમ કાર્યરત થાય ત્યારે રજૂ કરવાની તૈયારીની ખાતરી કરવા માટે જરૂરી ડેટા એકત્રિત કરવાનું શરૂ કરવા જણાવ્યું છે.
ડિલિવરી કરવા પર રોક લગાવાઈ
તાજેતરમાં FSSAIએ તેના એક આદેશમાં એવી વસ્તુઓની ડિલિવરી પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું જેની એક્સપાયરી ડેટ 45 દિવસથી ઓછી બાકી રહી હોય. FSSAIએ આ સૂચના ઓનલાઈન કામ કરતા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs)ને આપી હતી. આ ક્રમમાં FSSAI એ કહ્યું છે કે FBO એ માત્ર તે જ ખાદ્ય ચીજો ગ્રાહકોને ડિલીવર કરવી જોઈએ જેની એક્સપાયરી ડેટ તે સમયે ઓછામાં ઓછા 45 દિવસ બાકી હોય.
ફરિયાદ ઓનલાઈન જ ઉકેલવામાં આવશે
ગ્રાહકોની અઢળક ફરિયાદોને ધ્યાનમાં રાખીને હવે ગ્રાહક બાબતોનું મંત્રાલય ગ્રાહકોની સમસ્યાઓનો સમયસર ઉકેલ આપવા માટે મંત્રાલય 24 ડિસેમ્બરે ઈ-જાગૃતિ એપ લોન્ચ કરી શકે છે. આ એપની ખાસિયત એ છે કે તેના પર બોલીને પણ ફરિયાદ નોંધાવી શકાશે જેનાથી લોકોને ફરિયાદ કરવાનું સરળ બનશે.