સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં વિદ્રોહીઓએ દેશના મોટા ભાગના શહેરો પર લગભગ કબજો કરી લીધો છે. આ સંજોગોમાં સિરિયાના પ્રમુખ અસદ વિશેષ વિમાનમાં દેશ છોડીને ભાગી જવા નીકળ્યા હતા પરંતુ જે વિમાનમાં દેશ છોડીને ભાગી રહ્યા હતા તે વિમાન ટેકઓફના થોડા સમય બાદ રડારથી ગાયબ થઈ ગયું હતું. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે પ્રમુખ અસદનું વિમાન ક્રેશ થઈ ગયું છે.
સીરિયામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું વિમાન ક્રેશ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમનું પ્લેન આકાશમાં 500 મીટર ઉંચે તુટી પડ્યું હતું, જેનો કાટમાળ પણ મળી આવ્યો હતો. તુટી પડતા પહેલા પ્લેન રડારથી ગાયબ થઈ ગયું હતું.
બળવાખોરોએ તોડી પાડ્યું વિમાન?
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વિમાન તુટી પડ્યું ત્યારે બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે દેશ છોડીને ભાગી રહ્યા હતા. એવા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે કે અસદનું વિમાન વિદ્રોહીઓએ તોડી પાડ્યું છે.
Did Bashar al-Assad's Plane Crash?
— khaled mahmoued (@khaledmahmoued1) December 8, 2024
Sudden Disappearance and Altitude Change Suggests It Was Shot Down!!
Unconfirmed information is being circulated about the sudden descent of the plane that was reportedly carrying Assad after it disappeared from radar and dropped suddenly from… pic.twitter.com/fpFQxQaq0K
બળવાખોરો સતત આગળ વધી રહ્યા છે
સીરિયામાં સ્થિતિ સતત વણસી રહી છે. વિદ્રોહીઓએ સીરિયાના ત્રણ મોટા શહેરો અલેપ્પો, હોમ્સ અને દારા પર કબજો કરી લીધો છે. વિદ્રોહીઓએ હોમ્સમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદના પિતાની પ્રતિમા પણ તોડી પાડી હતી. સીરિયન સેના શહેરો, નગરો અને ગામડાઓમાં લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.
વડાપ્રધાન જલાલીની મોટી જાહેરાત
દરમિયાન સીરિયાના વડાપ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ કહ્યું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિપક્ષને શાસન સોંપવા માટે તૈયાર છે. જલાલીએ કહ્યું, “હું મારા ઘરે છું અને ક્યાંય ગયો નથી કારણ કે હું મારા દેશને ચાહુ છું.” જલાલીએ કહ્યું કે તે પોતાની ઓફિસમાં જશે સાથે સાથે તેમણે સીરિયન નાગરિકોને જાહેર સંપત્તિને નુકસાન ન કરવા વિનંતી કરી હતી.
બળવાખોર જૂથે શું કહ્યું?
સીરિયન વિદ્રોહી જૂથ ‘જેહાદી હયાત તહરિર અલ-શામ’ જૂથ (HTS) ના વડા અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ સીરિયાથી ‘CNN’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હુમલાનો હેતુ અસદની સરકારને સત્તા પરથી હટાવવાનો છે. હવે સીરિયામાં તખ્તાપલટની શક્યતાઓ છે.