Spread the love

  • ભારતીય મૂળના કેબ ડ્રાઈવરે કર્યું કૌભાંડ
  • અમેરિકન તંત્ર પણ ચોંકી ઉઠ્યું
  • ત્રણ વર્ષની સજા મળી

ભારતીય ડ્રાઈવરના કારસ્તાનથી અમેરિકામાં ખળભળાટ

અમેરિકામાં એક ભારતીય કેબ ડ્રાઈવરના કારસ્તાનથી ખળભળાટ મચી ગયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, કેલિફોર્નિયાના રહેવાસી મૂળ ભારતીય એવા સિંહે ફેબ્રુઆરીમાં પોતાનો ગુનાનો એકરાર કરી લીધો હતો. આ કબૂલાતમાં તેણે જે કહ્યું તેનાથી સૌના હોશ ઊડી ગયા હતા, તેણે કહ્યું કે તેણે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકામાં પ્રવેશ કરાવવાના નામે અડધા મિલિયન ડોલરથી વધુનો નફો કર્યો હતો.

કેનેડાથી લોકોને ગેરકાયદે અમેરિકા પહોંચાડતો

ભારતીય મૂળના 49 વર્ષીય ઉબેર ડ્રાઈવર રાજીન્દર પાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસ મુજબ, રાજિન્દરસિંહ અને તેના સહયોગીઓ વહેલી પરોઢે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા લાવવા માટે બહાર લઈ જતા હતા. આ ચાર વર્ષોમાં, રાજિન્દર સિંહે ભારતીય નાગરિકોના પરિવહનને લગતી 600 થી વધુ વખત અવર-જવર કરી હતી. રાજિન્દરસિંહ અને તેના મળતિયાઓએ આવી રીતે તેમણે જુલાઈ 2018 થી લઈને મે 2022 સુધી કેનેડાથી ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગીને અમેરિકાના સિએટલ વિસ્તારમાં આવેલા લોકોને લઈ જવા માટે ઉબેર કેબનો ઉપયોગ કર્યો હતો.

800 થી વધુ લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડયા

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, કેલિફોર્નિયાના રહેવાસી સિંહે ફેબ્રુઆરીમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. ભારતીય મૂળના 49 વર્ષીય ઉબેર ડ્રાઈવર, રાજીન્દર પાલ સિંહ અને તેના મળતિયાઓએ 800 થી વધુ ભારતીયોને ગેરકાયદેસર રીતે યુએસમાં ઘુસણખોરી કરાવવા બદલ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કાર્યકારી યુએસ એટર્ની ટેસા ગોર્મને જણાવ્યું હતું કે રાજીન્દર સિંહને અમુક ભારતીયોને પરિવહન અને રહેવાનું ષડયંત્ર અને મની લોન્ડરિંગ કરવાના ષડયંત્ર માટે 45 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. લગભગ ચાર વર્ષની અંદર, ગુનેગાર રાજીન્દર સિંહે 800થી વધુ ભારતીય નાગરિકોની ઉત્તરી સરહદ પાર કરીને કેનેડાથી વોશિંગ્ટન રાજ્યમાં ઘુસણખોરી કરાવી હતી. જેના પરિણામે અમેરિકાની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી અને ગેરકાયદેસર રીતે આવતા લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. જ્યારે આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓ રાજીન્દર સિંહના ઘરે પહોંચ્યા, ત્યારે તેમને નકલી અને કેટલાક નકલી દસ્તાવેજો સાથે 45,000 અમેરિકન ડોલર મળી મળ્યા હતા. રાજિન્દરસિંહે એવી પણ કબૂલાત કરી હતી કે તેણે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકામાં પ્રવેશ કરાવવાના નામે અડધા મિલિયન ડોલરથી વધુનો નફો કર્યો હતો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *