Reel
Spread the love

રીલ (Reel) બનાવવાના ચક્કરમાં ક્યારેક ખુબ મોટી દુર્ઘટના બનતી જોવા મળતી હોય છે. એવી જ એક હ્રદયદ્રાવક દુર્ઘટનાના સમાચાર ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામાંથી સામે આવ્યા છે. જે જોઈને પ્રત્યેક વ્યક્તિ હેબતાઈ ગયા છે. મણિકર્ણિકા ઘાટ પર એક મહિલા રીલ (Reel) બનાવતી વખતે ભાગીરથી નદીના તેજ વહેણમાં વહી ગઈ. દુર્ઘટના સમય મહિલાની નાની બાળકી બૂમો પાડી પાડીને પોતાની માતાને બોલાવતી રહી પણ કોઈ તેને બચાવી શક્યુ નહી.

રીલ (Reel) બનાવતા થઈ હ્રદયદ્રાવક દુર્ઘટના

આ ઘટના સોમવારની બતાવવામાં આવી રહી છે જ્યારે મહિલા પોતાના પરિવારની સાથે ઉત્તરકાશીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટ પર ફરવા આવી હતી.

ઉત્તરકાશીના મણિકર્ણિકા ઘાટ પર થયેલા એક દુઃખદ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 14 એપ્રિલની આ ઘટનામાં, ફોટો કે રીલ (Reel) બનાવતી વખતે એક મહિલા ગંગા નદીમાં તણાઈ ગઈ હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા કેમેરા તરફ જોતી વખતે ધીમે ધીમે નદી તરફ આગળ વધી રહી હતી, ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નદીનો પ્રવાહ એટલો ઝડપી છે કે મહિલા પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નથી.

મહિલાની નાની બાળકી આ સમગ્ર ઘટના દરમિયાન પાસે જ ઉભી હતી. જેવી જ તેની મા વહેવા માંડી તે ગભરાઈને જોર-જોરથી મમ્મી-મમ્મી બૂમો પાડવા માંડી. આસપાસ હાજર લોકો તેની બૂમ સાંભળીને દોડી આવ્યા. પણ ત્યા સુધી ખૂબ મોડુ થઈ ચુક્યુ હતુ. મહિલા તેજ ઘારામાં વહી ચુકી હતી.

ઘટનાની માહિતી મળતા જ SDRF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી મહિલા વિશે કોઈ સુરાગ મળ્યો નથી. આ વીડિયો વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા પર લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે લોકો રીલ્સ અને સેલ્ફી માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

લોકોએ શું કહ્યું ઘણી વખત રીલ (Reel) બનાવવાની ઈચ્છામાં લોકો પોતાને જોખમમાં પણ મૂકે છે. તેઓ જ્યાં ઉભા છે ત્યાં પોતાની સુરક્ષાને શું પ્રાથમિકતા આપવી તેની તેમને પરવા નથી. તેવી જ રીતે નદી કિનારે ઊભા રહીને નદીના પ્રવાહને ધ્યાનમાં રાખવું જોઈએ. આવા ઘણા અકસ્માતોના વીડિયો વાયરલ થાય છે.

દેવલિપિ ન્યુઝ ચેતવણી આપે છે કે આ પ્રકારે જીવલેણ રીલ બનાવવી જોઈએ નહી


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Reel ના ચક્કરમાં વહી ગઈ મહિલા, મમ્મી-મમ્મી.. બૂમો પાડતી રહી બાળકી,  જુઓ ઘટનાનો લાઈવ Video”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *