દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદી હુમલા (Terrorist Attack) માં એક પૂર્વ સૈનિક વીરગતિ પામ્યા હતા જ્યારે તેમના પત્ની અને પુત્રી ઘાયલ થયા હતા.

નિવૃત્ત સૈનિક, તેમની પત્ની અને પુત્રી પર આતંકી હુમલો (Terrorist Attack)
ઘટનાની પુષ્ટિ કરતા આઈજીપી કાશ્મીર વીકે બિરડીએ કહ્યું કે આતંકવાદીઓએ કુલગામના બેહીબાગ વિસ્તારમાં એક નિવૃત્ત સૈનિક, તેમની પત્ની અને પુત્રી પર હુમલો કર્યો, જેમાં તેઓ ઘાયલ થયા, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પૂર્વ સૈનિકનું મૃત્યુ થયું હતું.
कश्मीर में आतंकियों ने पूर्व सैनिक की हत्या की
— Bharat 24 – Vision Of New India (@Bharat24Liv) February 3, 2025
आतंकियों के हमले में पत्नी और बेटी घायल
सुरक्षाबलों ने इलाके को घेरा, सर्च ऑपरेशन जारी
दक्षिण कश्मीर के कुलगाम में आतंकी हमला
Watch : https://t.co/V86MpvTA3D #JammuKashmir #TerroristAttack #Kulgam #Bharat24Digital @anchorpooja… pic.twitter.com/rd0qLDix3T
કુલગામના બેહીબાગના રહેવાસી ભૂતપૂર્વ સૈનિકની ઓળખ મંજૂર અહેમદ વાગે તરીકે થઈ છે. તેમના પેટમાં ગોળી વાગી હતી, જ્યારે તેમની પત્ની અને પુત્રીને પગમાં ગોળી વાગી હતી. IGPએ કહ્યું કે તેઓ તેમની પત્ની અને પુત્રી સાથે કારમાં હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર નજીકથી ગોળીબાર કર્યો હતો.
આતંકીઓને ઝડપવા ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
આ આતંકી હુમલા (Terrorist Attack) બાદ રક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂતપૂર્વ સૈનિક લગભગ પાંચ વર્ષ પહેલા ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત થયા હતા અને તે આ વિસ્તારમાં પોતાનું અંગત કામ સંભાળતા હતા. વર્ષ 2025માં કાશ્મીર ઘાટીમાં આ પહેલો આતંકવાદી હુમલો છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે.

લાંબા સમય બાદ જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ સુરક્ષાકર્મીઓ પર આતંકી હુમલા (Terrorist Attack) ની આ ઘટના જોવા મળી રહી છે, જેના કારણે પોલીસ અને પ્રશાસનની ચિંતા વધી ગઈ છે.