ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ) ના ગુરપતવંત સિંહ પન્નુએ એક નવો વીડિયો જાહેર કરીને અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વીડિયોમાં તે રામ મંદિરને નિશાન બનાવવાની વાત કરી રહ્યો છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ તેના વિડીઓમાં કેનેડામાં ભારતીય મૂળના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપવામાં આવી છે. પન્નુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે 16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે. દેવલિપિ ન્યુઝ ડોટ કોમ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આતંકવાદી પન્નુએ વીડિયોમાં એમ પણ કહ્યું છે કે અમે હિંદુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાના પાયા હચમચાવી નાખીશું. વીડિયોમાં પન્નુએ અયોધ્યાના રામ મંદિર સહિત દેશના અનેક હિન્દુ મંદિરોની તસવીરો સામેલ કરી છે. આ વીડિયોને ગંભીર ખતરા તરીકે જોવામાં આવી રહ્યો છે.
મંદિરને ઉડાવી દેવાની પહેલા પણ ધમકીઓ મળી ચુકી છે
આ પહેલા પણ 28 મે 2024ના રોજ પણ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પહેલા એક ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી પર પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ 112 પર કોલ આવ્યો હતો. રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસે તાત્કાલિક સાયબર એક્સપર્ટ અને સર્વેલન્સ ટીમને સક્રિય કરી દીધી હતી.
ગભરાટ ન ફેલાય તે રીતે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ધમકી આપનાર વ્યક્તિનું સ્થળ કુશીનગર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ધમકી આપનાર પથરવા પોલીસ સ્ટેશનના બલુઆ ટાકિયા વિસ્તારના રહેવાસી 16 વર્ષના કિશોરની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં સગીર માનસિક રીતે સ્વસ્થ ન હોવાનું જાણવા મળ્યું હતું.
9 મહિના પહેલા બરેલીના વિદ્યાર્થીએ ધમકી આપી હતી
9 મહિના પહેલા બરેલીમાંથી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બરેલીથી લખનૌ કંટ્રોલ રૂમને 112 નંબર પર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી. પોલીસે મોબાઈલ નંબરના આધારે બરેલીના 8મા ધોરણમાં ભણતા 14 વર્ષના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીએ યુટ્યુબ પર એક વીડિયો જોયા બાદ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી
NSGનું હબ બનશે અયોધ્યા, બેઝ હશે રામ મંદિર પાસે
હવે અયોધ્યામાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું હબ બનાવવામાં આવશે. દેશમાં NSGનું આ છઠ્ઠું હબ હશે. હાલમાં NSG ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને અમદાવાદમાં પ્રાદેશિક હબ ધરાવે છે.
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે અયોધ્યા સિવાય પઠાણકોટ અને કેરળમાં પણ NSG યુનિટ શરૂ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારથી તે ઘણા આતંકવાદી સંગઠનોના નિશાન પર છે. અયોધ્યામાં બનનારુ NSG યુનિટ વિશિષ્ટ શસ્ત્રો અને એન્ટી ડ્રોન ટેક્નોલોજીથી સજ્જ હશે.
પ્રતિદિન દોઢ લાખ ભક્તો રામ મંદિર દર્શનાર્થે પહોંચી રહ્યા છે
22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રતિદિન લગભગ 1.5 લાખ ભક્તો દર્શન કરવા આવે છે. મંદિર પર આતંકવાદી હુમલાની ધમકીઓને જોતા મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે NSG યુનિટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.