Spread the love

IIT કાનપુરે એવું જાદુઈ મટીરીયલ બનાવ્યું છે જેના ઉપયોગથી ન તો સૈનિક દેખાશેકે ન તો વાયુસેનાનું ફાઈટર પ્લેન દુશ્મનના રડારમાં દેખાશે નહી. આ ઉપરાંત મહત્વપૂર્ણ હથિયારો પણ છુપાયેલા રહેશે. જો આ ટેકનોલોજીનો ઉપયોગ ભારતીય સેના કરવા લાગશે તો ભારતીય સૈનિકો માટે Mr. India ના અનિલ કપૂર જેમ અદ્રશ્ય થઈ જશે.

IIT કાનપુરે એવું કાપડ તૈયાર કર્યું છે જેની પાછળ જવાથી વ્યક્તિ કે વસ્તુ અદ્રશ્ય થઈ જશે. આ જાદુઈ મહા મટીરીયલનો ઉપયોગ કરવાથી ભારતીય સૈનિક મી. ઈન્ડિયાની જેમ અદ્રશ્ય થઈ શકશે તો દેશના મહત્વપૂર્ણ હથિયાર પણ દુશ્મનોની દ્રષ્ટિથી સુરક્ષિત રહેશે.

IIT કાનપુર દ્વારા વિકસાવેલું આ મેટામટીરીયલ સરફેસ ક્લોનિંગ સિસ્ટમ છે જે આપણા સૈનિકો, ફાઈટર પ્લેન્સ, ડ્રોન્સ, મહત્વપૂર્ણ હથિયારોને દુશ્મનોથી બચાવશે. આ કાપડની વિશેષતા એ છે કે આ ન તો દુશ્મનના રડારની પકડમાં આવે છે, સેટેલાઇટના કેમેરાની દ્રષ્ટિમાં આવે છે તેને ઈન્ફ્રારેડ કેમેરા, ગ્રાઉન્ડ સેન્સર્સ, વુડ સેન્સર્સ, થર્મલ ઈમેજરથી પણ જોઈ શકાશે નહી. અર્થાત આ મટીરીયલની પાછળ, અંદર શું છે તે કોઈને ખબર નહી પડે.

આ ફેબ્રિકમાંથી લશ્કરી વાહનોના કવર, સૈનિકોના ગણવેશ અથવા એરક્રાફ્ટ કવર બનાવી શકાય છે. આ કાપડ સંપૂર્ણપણે સ્વદેશી છે. આ ઉપરાંત તે વિદેશમાંથી આયાત કરવામાં આવતી સરફેસ ક્લોકિંગ સિસ્ટમ કરતાં 6-7 ગણી સસ્તી પણ છે.

IIT કાનપુરના નિર્દેશક પ્રો. મણીન્દ્ર અગ્રવાલે આ મેટામટીરીયલ સરફેસ ક્લોનિંગ સિસ્ટમનું અનાવરણ કર્યું છે. આ સિસ્ટમનું નામ “અનાલક્ષ્ય” રાખવામાં આવ્યું છે. આ મેટામટીરીયલ સરફેસ ક્લોનિંગ સિસ્ટમ મેટાતત્વ નામની કંપનીએ તૈયાર કર્યું છે. IIT કાનપુરના સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલા ડિફેન્સ સ્ટાર્ટઅપ પ્રદર્શનમાં “અનાલક્ષ્ય” ને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જેના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકો પ્રો. કુમાર વૈભવ શ્રીવાસ્તવ, પ્રો. એસ. અનંત રામકૃષ્ણન અને પ્રો. જે રામકુમારની ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

વર્ષ 2018 માં આ મેટામટીરીયલની પેટન્ટ મેળવવા માટે આવેદન કરવામાં આવ્યુ હતુ જે મળી ગયું છે. છેલ્લા છ વર્ષથી સેનાની સાથે રહીને આ ટેકનોલોજીના ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે.

વર્ષ 2019 થી ભારતીય સેના રડારથી બચવાની ટેકનોલોજીની શોધ ચલાવી રહી હતી ત્યારે જ તેને આઈઆઈટી કાનપુરના રિસર્ચ વિશે જાણકારી મળી હતી. મેટાતત્વ કંપનીના માલિક,  સીઈઓ અને ભુતપૂર્વ એર વાઈસ માર્શલ પ્રવિણ ભટ્ટે જણાવ્યું હતુ કે એક વર્ષમાં સેનાને આ મેટામટીરીયલ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *