Spread the love

આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. આ સમયમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડીકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું છે. આ પોલિસી 2022થી 2027 માટે જાહેર કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીના સર્જન તરફ દ્રષ્ટી રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ 2021માં “ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન” ને મંજૂરી આપી હતી. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ.76,000 કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે.

આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ઔદ્યોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજીની જરૂરિયાત ઉભી થાય છે. ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ 2020માં 15 અબજ ડોલરનું હતું. જે વર્ષ 2026 સુધીમાં 400 ટકાથી વધુની હરણફાળ સાથે 63 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવતી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીના સર્જનની નેમ કરવામાં આવી છે.

ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી

સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉદ્યોગો માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એક નવું સેમિકોન સિટી વિકસાવામાં આવશે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફ્રમેશન ટેક્નોલોજી મંત્રાલય(MeitY)ના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની પેટર્ન પર ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન જી.એસ.ઈ.એમ. નોડલ એજન્સી તરીકે કાર્યરત કરાશે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય[MeitY] હેઠળ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન [ISM] દ્વારા મંજૂર કરાયેલ પ્રોજેક્ટસ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીનું એક વખતનું 100 ટકા વળતર આપવામાં આવશે.

સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ઝોન (SIR) ધોલેરા સેમિકોન સીટી

આ પોલિસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન (ધોલેરા સર) ખાતે ધોલેરા સેમિકોન સીટીમાં સ્થાપનારા અને પોલિસીને પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલ અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન પર 50 ટકા સબસિડી આપવામાં આવશે.

વિજળી અને પાણીના દરમાં નિશ્ચિત સમય સુધી સબસિડી

આ પોલિસી અંતર્ગત તમામ પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂપિયા 12 પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે 10 ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે. પોલિસી અંતર્ગત, પાત્ર પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદનની શરૂઆતથી 10 વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ રૂપિયા 2ની પાવર ટેરિફ સબસિડીની જોગવાઈ તથા ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ, 1958 હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર તમામ પાત્ર પ્રોજેક્ટ્સ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે.

તમામ મંજૂરીઓ ઝડપથી મળે તે માટે સિંગલ વિન્ડો મિકેનિઝમ

આ પોલિસી અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા, વેચાણ, ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ 100 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ કાયદા હેઠળ મેળવવાની થતી તમામ મંજૂરીઓ ઝડપી રીતે મળી રહે તે માટે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ડિઝાઈન ક્ષેત્રે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાષ્ટ્રીય હબ તરીકે ઉભરી શકે તે માટે વાઈબ્રન્ટ સેમિકન્ડક્ટર, ડિસ્પ્લે અને ડિઝાઈન અને ઈનોવેશન ઈકોસિસ્ટમ રચવા માટે રાજ્ય આયોજન કરશે.

રાજ્ય સરકારની કેબીનેટ બેઠક શરૂઆત પહેલા મુખયપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું ભરતા ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીની મહત્વપૂર્ણ ( Gujarat Semiconductor Policy 2022) જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાયન્સ ટેક્નોલોજી પ્રધાન જીતુ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાની ઉપસ્થિતિમાં પોલીસી લોન્ચ કરવામાં આવી હતી. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડીકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે (Semiconductor Policy) મેળવ્યું છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *