ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ સાથે જ શુભમન ગિલને વાઈસ કેપ્ટનશિપ આપવામાં આવી છે.
વિરાટ કોહલીને પણ ટીમમાં તક મળી છે, જ્યારે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમ 12 જાન્યુઆરીએ જ જાહેર થવાની હતી પરંતુ BCCIએ ICC પાસે થોડા દિવસોનો સમય માંગ્યો હતો.
શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઈ છે. અય્યરે તાજેતરના સમયમાં ઘરેલુ ક્રિકેટમાં ઢગલો રન બનાવ્યા છે. ઋષભ પંત, યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં તક આપવામાં આવી છે.
चैंपियंस ट्रॉफी के लिए रोहित शर्मा टीम के कप्तान और शुबमन गिल उपकप्तान होंगे #RohitSharma | Shubman Gill VC | #ShubmanGill | Champions Trophy | Rohit Sharma pic.twitter.com/zDObvknp53
— News24 (@news24tvchannel) January 18, 2025
પાકિસ્તાન સિવાય તમામ ટીમોએ પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન પણ થોડા દિવસોમાં પોતાની ટીમની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું યજમાન છે પરંતુ ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. બીસીસીઆઈએ પહેલા જ કહ્યું હતું કે તે તેના ખેલાડીઓને પાકિસ્તાન નહીં મોકલે તેથી ICCએ આ ટૂર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ અપનાવવું પડ્યું હતું.
ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની શરૂઆત બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીએ મેચ રમીને કરશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો સામનો કરવાનો છે. ભારતની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 2 માર્ચે રમાશે. જો ભારત બીજી સેમીફાઈનલમાં પહોંચશે તો સ્થળ લાહોરથી બદલીને દુબઈ કરવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની 15 સભ્યોની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને જાડેજા.
[…] ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે. આ પછી ભારતીય ટીમે 23 ફેબ્રુઆરીએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાનું છે. 2 માર્ચે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે બાથ ભીડશે. […]