Spread the love

તાજેતરમાં ઓલિમ્પિક 2024 પેરિસમાં રમાઈ હતી. વર્ષ 2028 ની આગામી ઓલિમ્પિક્સ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાશે. જ્યારે 2032ની યજમાની માટે ઑસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેર પણ નક્કી કરવામાં આવ્યું છે જોકે 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે તે હજુ નક્કી થયું નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભારતે વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિકનું આયોજન કરવાનો દાવો રજૂ કર્યો છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મિશન ઓલિમ્પિક સેલ (MOC) એ નવા સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાને સફળ બિડ માટે જરૂરી પગલાં અંગેનો અહેવાલ પણ રજૂ કર્યો છે.

જોકે આ સમાચાર પ્રથમ વખત સામે નથી આવ્યા કે ભારતમાં ઓલિમ્પિક 2036 યોજવા માટે દાવેદારી નોંધાવશે. આ પહેલા પણ આ અંગે કેટલાક અહેવાલો સામે આવ્યા હતા કે ભારત 2036માં યોજાનારી ઓલિમ્પિક માટે પોતાનો દાવો રજૂ કરી શકે છે.

2036 નો ઑલિમ્પિક રમતોત્સવ યોજવા માટે ભારત સિવાય અન્ય નવ દેશોએ પણ પોતાનો દાવો રજૂ કર્યો છે.  2036ની ગેમ્સની યજમાનીમાં પ્રારંભિક રસ દાખવનાર 10 દેશોમાં મેક્સિકો (મેક્સિકો સિટી, ગુઆડાલજારા-મોન્ટેરી-તિજુઆના), ઇન્ડોનેશિયા (નુસાન્તારા), તુર્કી (ઇસ્તાંબુલ), ભારત (અમદાવાદ), પોલેન્ડ (વોર્સો, ક્રાકો)અને દક્ષિણ કોરિયા (સિઓલ-ઇંચિયોન). ઇજિપ્તનો સમાવેશ થાય છે.

ભારતે ઓલિમ્પિક 2036 માટે બિડ સબમિટ કરી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ઔપચારિક રીતે ઑક્ટોબર 1, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ને ઔપચારિક રીતે ઇરાદાપત્ર સુપરત કર્યો છે. વિશેષજ્ઞોનું માનવુ છે કે ઓલિમ્પિકનું આયોજન કરવાની ભારતની તકો વધી ગઈ છે.

ભારતે ઓક્ટોબર 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના ત્રણ દિવસીય 141મા સત્રનું આયોજન કર્યું હતુ. જેના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ પછી 15 ઓગસ્ટના અવસર પર પીએમ મોદીએ ફરી એકવાર લાલ કિલ્લા પરથી 2036 ઓલિમ્પિકની યજમાની કરવાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો.

જો કે નોંધનીય છે કે કોઈપણ દેશને ઓલિમ્પિકની યજમાનીની તક મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઓલિમ્પિક્સની યજમાની કરવાની તક જીતવા માટે, પ્રથમ પગલું પોતાનો દાવો કરવાનું છે. ભારત તરફથી ઔપચારિક રીતે આ દાવો રજૂ કરવામાં આવી ચૂક્યો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *