- 30 ઓગસ્ટથી શરુ થશે એશિયા કપ
- એશિયા કપમાં બે ગ્રુપ બનાવાયા
- ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની આજે બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થશે. એશિયા કપમાં ભારત સાથે પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપમાં રાખવામાં આવેલા છે.
અજીત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારો દિલ્હીમાં મળ્યા હતા અને ભારતીય ટીમની પસંદગી કરી હતી. આ દરમિયાન ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતા. 30 ઓગસ્ટથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપ 2023 માટે ટીમની જાહેરાત કરી છે.ભારતીય પસંદગીકારોએ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે.
એશિયા કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ. સંજુ સેમસન (બેકઅપ)
સુપર 4 માં 10 સપ્ટેમ્બરના રોજ પણ થઇ શકે છે ભારત અને પાકિસ્તાનની ટક્કર. ગ્રુપ એ ની ટોપ 2 ટીમ કોલંબોમાં ટકરાશે. એટલે કે ભારત અને પાકિસ્તાનની ફરીથી મેચ થવાની સંપૂર્ણ સંભાવના છે. જ્યારે 12 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ એ માં બીજા સ્થાન પરની ટીમ બી ગ્રુપની ટોપ ટીમ સામે રમશે જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ બી ગ્રુપની બીજા નંબરની ટીમ સામે રમશે.
એશિયા કપ ટુર્નામેન્ટની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થશે. પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરના રોજ પોતાની પ્રથમ મેચ રમશે. ભારતની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમાશે. બંનેની ટક્કર શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં થશે. ટુર્નામેન્ટમાં 6 ટીમો ટ્રોફી માટે સંઘર્ષ કરશે, જેમને એ અને બી એમ બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન બંનેનો ગ્રુપ એ માં સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપના કાર્યક્રમની વાત કરીએ તો પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરના પાકિસ્તાન સામે અને 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે રમાશે.