- સુરતના અડાજણની દુ:ખદ ઘટના
- પરિવારની આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યુ
- પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
હૈયુ હચમચાવી દેતી ઘટના સુરતના અડાજણમાં બની છે. સુરતના અડાજણમાં આ દુ:ખદ ઘટનામાં એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિવારના સામૂહિક આપઘાત પાછળનું પ્રાથમિક કારણ જાણવા મળ્યુ છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
એક જ પરિવારના સાત સદસ્યોના આપઘાતની ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજુ બાજુ પોલીસકર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુરતના અડાજણ વિસ્તારના પાલનપુર પાટિયા નજીક એક એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના પતિ-પત્ની, માતા-પિતા એક બાળક અને બે બાળકી સહિત 7 લોકોએ જીવનનો અંત આણી દેતા ખળભળાટ મચી ગયો હતો. મનિષ સોલંકીનો પરિવાર ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલો હોવાની પ્રથમિક વિગતો સામે આવી રહી છે. પરિવાર આર્થિક સંકળામણમાં હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. લોકોને આપેલા રુપિયા પરત નહી મળતા પરિવાર આર્થિક સંકળામણ અનુભવી રહ્યો હતો અને રકમ ફસાઈ ગઈ હતી. પોલીસને મનિષ સોલંકીએ લખેલી સુસાઈડ નોટ મળી આવી છે.