ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ જ રમેશ બિધુડીની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક વિવાદાસ્પદ નિવેદનને કારણે આ સમસ્યા વધતી જોવા મળી રહી છે. કોંગ્રેસે રમેશ બિધુડી વિરુદ્ધ FIR દાખલ કરવાનો નિર્ણય લીધો છે. ભાજપના પૂર્વ સાંસદ અને કાલકાજીના ઉમેદવાર રમેશ બિધુડીએ પ્રિયંકા ગાંધી અંગે લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.
પ્રિયંકા ગાંધી અંગે નિવેદન ઉપર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
પ્રિયંકા ગાંધી અંગે રમેશ બિધુડીના નિવેદન વેશે કોંગ્રેસ નેતા અલકા લાંબાએ કહ્યું કે રમેશ બિધુડી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. કાલકાજી વિધાનસભા ક્ષેત્રમાં અલકા લાંબા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ રમેશ બિધુરીનો વિરોધ કરવા પ્રદર્શન યોજ્યા હતા. કાલકાજી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલકા લાંબા જાહેર કરાયા છે. વિરોધ વચ્ચે અલકા લાંબા કાલકાજી હનુમાન મંદિરમાં પહોંચ્યા હતા.
બિધુડીએ જાહેરમાં માફી માંગવી જોઈએ – અલકા લાંબા
અલકા લાંબાએ એક નિવેદન જાહેર કર્યું છે. અલકા લાંબાએ કહ્યું કે, રમેશ બિધુડી જીને કાલકાજી વિધાનસભાથી ઉમેદવાર જાહેર કરવામાં આવતાં જ તેમણે ફરી એકવાર તેમની ચિર પરિચિત અભદ્ર ભાષામાં મહિલાઓનું અપમાન કર્યું છે. શું કાલકાજીના લોકો તેમની વચ્ચે એવા કોઈને રાખશે જે ન તો સદનની ગરિમાનું ધ્યાન રાખે અને ન મહિલાઓનું સન્માન કરે છે? રમેશ બિધુડીજીએ આ નિવેદન માટે જાહેરમાં માફી માંગવી જોઈએ અને ભાજપના ટોચના નેતાઓએ પણ આ અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવો જોઈએ!”
Ramesh Bidhuri On Priyanka Gandhi: ‘कालका जी की सारी सड़कें प्रियंका गांधी के गाल जैसी बना देंगे’#RameshBidhuri #PriyankaGandhi #LatestNews pic.twitter.com/TD30k6niLC
— Punjab Kesari (@punjabkesari) January 5, 2025
રમેશ બિધુડીનું પૂતળુ ફુંકાયુ
રમેશ બિધુડીના પ્રિયંકા ગાંધી અંગે નિવેદનનો કોંગ્રેસના કાર્યકરો અને અલકા લાંબાએ વિરોધ કર્યો અને રમેશ બિધુડીનું પૂતળું ફુંક્યુ હતું. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે રમેશ બિધુરીના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. સુપ્રિયા શ્રીનેતે કહ્યું, “ભાજપ વિશુદ્ધ મહિલા વિરોધી પાર્ટી છે. આ તેમની કુત્સિત માનસિકતા દર્શાવે છે. જ્યારે વડાપ્રધાન મોદી પોતે પણ ‘દીકરીને ઉપાડી જશે’, ‘મંગલસૂત્ર’, ‘મુજરા’ જેવા શબ્દો વાપરે છે, તો તેમની નીચેના લોકો પણ એવા જ શબ્દો વાપરે છે. આ માત્ર પ્રિયંકાજીનું અપમાન નથી, આ સમગ્ર અડધી વસ્તીનું અપમાન છે.”