પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આજે મૌની અમાવસ્યાના અવસર પર નાસભાગ મચી ગઈ હતી જેમાં 30 લોકોના મોત થયા છે અને 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભારે ભીડને કારણે આ અકસ્માત સર્જાયો હતો. મહાકુંભ મેળાના વહીવટીતંત્રે પ્રથમ વખત સત્તાવાર ડેટા જાહેર કર્યો. ડીઆઈજીએ જણાવ્યું કે બેરિકેડિંગ તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો. 25 લોકોની ઓળખ કરવામાં આવી છે.
#BreakingNews | महाकुंभ हादसे पर पुलिस की प्रेस कॉन्फ्रेंस, अधिकारियों ने बताया- 'हादसे में 30 लोगों की मौत, 25 की पहचान हुई. 90 लोग अस्पताल में भर्ती' #MahakumbhStampede #MahaKumbh2025 #Prayagraj #UPPolice@Anant_Tyagii pic.twitter.com/sfzRoEfOZx
— Zee News (@ZeeNews) January 29, 2025
મહાકુંભમાં નાસભાગ (Mahakumbh Stampede) ના કેટલાક ઇજાગ્રસ્તોને ઘેર મોકલવામાં આવ્યા
મહાકુંભ મેળા એડમિનિસ્ટ્રેશન ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ કહ્યું કે મહાકુંભમાં નાસભાગ (Mahakumbh Stampede) દરમિયાન ઇજાગ્રસ્તોમાંથી કેટલાક ઇજાગ્રસ્તોને ઘરે મોકલવામાં આવ્યા છે. 36 ઘાયલો હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. મેળા વિસ્તાર અને અખાડાના કેટલાક બેરીકેડ તૂટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. જમીન પર સૂઈ ગયેલા ભક્તો નાસભાગ થતા અન્ય લોકોના પગ નીચે કચડાઈ ગયા હતા.

બેરિકેડ તોડી દોડી બેકાબૂ ભીડ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મંગળવારે મોડી રાત્રે મહા કુંભ મેળામાં મચેલી નાસભાગ (Mahakumbh Stampede) નું મુખ્ય કારણ 144 વર્ષનો સંયોગ છે, જેને સરકાર તેમજ સાધુ-મહાત્માઓ ઉજવી રહ્યા છે અને આ શુભ સમયે, લોકો સંગમ સ્નાન માટે ઘાટ પર બેઠા હતા અને સૂતા હતા ત્યારે બેરિકેડ તોડી દોડેલી બેકાબૂ ભીડે તેમને કચડી નાખ્યા હતા.
સંગમ વિસ્તારમાં મહાકુંભ મેળામાં મચેલી નાસભાગના (Mahakumbh Stampede) ની પ્રત્યક્ષદર્શી આસામથી આવેલ શ્રદ્ધાળુએ કહ્યું કે લોકો સવારની રાહ જોતા સંગમ ઘાટ પર બેઠા હતા, કેટલાક સૂતા હતા ત્યારે જ અચાનક અખાડાના અમૃતસ્નાન માટે બનાવેલા અવરોધોને તોડીને લોકોનું ટોળું ઘાટ તરફ આગળ વધ્યું અને ઘાટ પર બેઠેલા અને સૂતેલા લોકો આ ભીડની ઝપેટમાં આવી ગયા હતા.

મૌની અમાવસ્યાના સ્નાન પર્વ પર ભક્તોનો સ્નાનક્રમ અવિરત ચાલુ છે. બપોરે 2 વાગ્યા સુધી 5 કરોડ 4 લાખ ભક્તોએ આસ્થાપૂર્વક સ્નાન કર્યું હતું. 10 લાખ કલ્પવાસીઓ અને 4 કરોડ 94 લાખ ભક્તોએ સ્નાન કર્યું. 28 જાન્યુઆરી સુધી 19 કરોડ 94 લાખ શ્રદ્ધાળુઓ આસ્થાના ડૂબકી લગાવી ચુક્યા છે.
[…] સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે? મહાકુંભમાં નાસભાગ (Mahakumbh Stampede) માં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ (Dead-Bodies) […]
[…] કાબૂમાં લીધો હતો. થોડા સમય પહેલા મહાકુંભમાં નાસભાગ થઈ […]