Spread the love

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી બાદ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન કોણહશે તેને લઈને રહસ્ય ખુલી ગયું છે. મળતી જાણકારી પ્રમાણે મહાયુતિ સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન તો શ્રીકાંત શિંદે શિવસેના તરફથી નાયબ મુખ્યપ્રધાન બની શકે છે. મુખ્યપ્રધાન પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર એકનાથ શિંદે રાજી થઈ ગયા છે.

એકનાથ શિંદેએ કેટલીક શરતો રજૂ મુકી છે પરંતુ તે શરતો માનવી ભાજપ માટે બહુ મોટી વાત નહીં હોય એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. મળતી જાણકારી અનુસાર શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ કેન્દ્રમાં નાયબ મુખ્યમંત્રી અથવા મંત્રી બનવાની ભાજપની ઓફરને ફગાવી દીધી છે. ભાજપને પોતાના તરફથી પ્રસ્તાવ રજૂ કર્યો છે. એકનાથ શિંદેના પ્રસ્તાવમાં શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ અને પોતાને મહાયુતિના કન્વીનર તથા મંત્રી મંડળમાં શિવસેનાને ગૃહ વિભાગ સહિત કેટલાક મહત્વપૂર્ણ ખાતાઓ આપવાની માંગ કરી છે.

મહાયુતિ સરકારમાં એક મુખ્યપ્રધાન અને બે નાયબ મુખ્યપ્રધાનની એ જ જુની ફોર્મ્યુલાનું પુનરાવર્તન થવાની સંભાવના છે. ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યપ્રધાન પદ માટે લગભગ નિશ્ચિત છે. ભાજપ એકનાથ શિંદેને સંપૂર્ણ રીતે મનાવવા માંગે છે ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવશે. એનસીપી (NCP) અજિત જૂથમાંથી અજિત પવાર ફરીથી નાયબ મુખ્યપ્રધાન બનશે તે લગભગ નિશ્ચિત છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 132 બેઠકો જીતી છે જેને કારણે મુખ્યપ્રધાન પદ માટે તેનો ઉપર હાથ જણાય છે.

કોણ છે શ્રીકાંત શિંદે?

શ્રીકાંત એકનાથ શિંદે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને 17મી લોકસભાના સભ્ય છે, તેઓ મહારાષ્ટ્રમાં કલ્યાણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. રાજકારણમાં ઝંપલાવતા પહેલા શ્રીકાંત શિંદેએ વ્યવસાયે તબીબ ગણી શકાય. તેમણે એમબીબીએસની ડિગ્રી મેળવ્યા બાદમાં ડૉ. ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજ નવી મુંબઈમાંથી ઓર્થોપેડિક્સમાં એમ.એસ. કર્યું છે. 2014માં તેઓ ચૂંટાયા તે સમયે તેઓ તેમના માસ્ટર પ્રોગ્રામના અંતિમ વર્ષમાં હતા.

શિંદેએ કથિત રીતે સંકેત આપ્યો હતો કે જો તેમના પુત્રને ઉપમુખ્યપ્રધાન બનાવવા માટેની તેમની માંગ પૂરી નહી થશે તો તેઓ સરકારથી અલગ થવા તૈયાર છે. જો કે, આ દરખાસ્તે શિવસેનાની અંદર અસંતોષ ઉભો થયો છે, પક્ષના મુખ્ય નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે શ્રીકાંતને આ ભૂમિકામાં લાવવાથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થશે. ઉપરાંત એકનાથ શિંદેએ પુત્ર આદિત્ય ઠાકરેને પ્રોત્સાહન આપવા માટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી તેને ધ્યાનમાં રાખીએ તો તેમનું આ પગલું તેમના દંભને છતો કરે છે તેવો સંદેશ જશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *