અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે.
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીને પકડવા 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા અને 200થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી.
22 ડિસેમ્બરની મધ્ય રાત્રિએ 3.30 વાગ્યે બે એક્ટિવા પર ચાર શખસો આવ્યા હતા. આરોપીઓએ બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખંડિત કરી હતી. આરોપી ભોલો અને મેહુલે પ્રતિમાને પથ્થર મારીને ખંડિત કરી હતી.
કાઈમ બ્રાન્યની અનેક ટીમોએ મામલાની તપાસ અને ડિટેક્શન માટે કામ શરૂ કર્યું હતું. 500થી વધુ સીસીટીવી ચેક કર્યા પછી માનવ અને તકનીકી ઇનપુટ્સ દ્વારા અજાણ્યા ખારોપીની ઓળખ મેહુલ ઠાકોર તરીકે થઈ હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી હતી. તેણે પ્રતિમા તોડવાના ગુનાની કબૂલાત કરી હતી.
ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત થવાનો કેસ, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની કરી ધરપકડ | TV9Gujarati#ahmedabad #vandalizingambedkarstatue #crimebranch #arrest #cctv #gujarat #tv9gujarati pic.twitter.com/CxzkQAIXZi
— Tv9 Gujarati (@tv9gujarati) December 24, 2024
બે સમાજ વચ્ચે જૂની અદાવતમાં આ પ્રતિમા ખંડિત કરી હોવાનું સામે આવ્યું છે. 2018માં એક દિવાલને લઈ ક્રોસ રાયોટિંગ ગુનો નોંધાયો હતો. ત્રણ આરોપી મુકેશ ઠાકોર,ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજી વોન્ટેડ છે.
આજે 24 ડિસેમ્બરને મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આક્રોશિત લોકોએ ખોખરા વિસ્તારમાં રાધે મોલ બંધ કરાવાયો હતો. ઉગ્ર બનેલા રહીશોએ 300થી વધુ દુકાનો બંધ કરાવી હતી, સાથે જ રોડ પર મોટી સંખ્યામાં લોકો ઊતરી આવ્યા હતા જેથી ટ્રાફિકજામ થતાં રોડ ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના આધારે ચાર શકમંદની અટકાયત કરી છે અને કડક વલણ સાથે પૂછપરછ હાથ ધરી હતી.
ખોખરામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંગલે જણાવ્યું હતું કે, આ સંદર્ભે અમે 200 જેટલા લોકોની શંકાના આધારે પૂછપરછ કરી છે. જેમાં ચાર-પાંચ લોકો પર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી.
ભાજપ-કોંગ્રેસ સહિતનાની રજૂઆત અને આવેદન બાદ ઝોન 5ના DCP બળદેવ દેસાઈએ તપાસની બાહેધરી આપતા જણાવ્યું કે હતું, અમે એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. સીસીટીવી ફૂટેજમાં અંધારું હોવાથી તપાસમાં થોડો સમય માંગી લે તેવું છે. જોકે અમને કેટલીક કડીઓ મળી છે. જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે.