મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચુંટણીમાં મહાયુતીનો વિજય થાય તો મુખ્યમંત્રી કોણ હશે આ પ્રશ્ન સૌને થઈ રહ્યો છે. ચૂંટણી બાદ એકનાથ શિંદે રહેશે કે પછી અન્ય કોઈ નેતા મુખ્યમંત્રી બનશે? આ બન્ને પ્રશ્નો અત્યારે મહારાષ્ટ્રની ચુંટણી લોકજીભે ચર્ચાઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાતા આ પ્રશ્નો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે મહારાષ્ટ્રમાં ચુંટૅણી પ્રચારર્થે પ્રવાસમાં હતા ત્યારે સૌની નજર અમિત શાહ પોતાના ભાષણમાં શું કહે છે તેના પર હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ભાષણમાં શરદ પવારથી લઈને રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા.
મહારાષ્ટ્રના શિરાલામાં ચુંટણી સભા દરમિયાન અમિત શાહે મહાવિકાસ આઘાડી પર જબરદસ્ત પ્રહારો કર્યા હતા. અમિત શાહે ઘોષણા કરી કે બત્રીસ શિરાલાના નાગપંચમી પરંપરાગત અને પહેલા જેવી જ થશે અને નાગપંચમીને વિધિ વિધાનથી મનાવવામાં આવશે. તેમણે પોતાના ભાષણ વિશ્વાસ અપાવ્યો છે કે જો મહાયુતિ સરકાર ફરી બની તો મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકારે નાગપૂજા રોકી દીધી હતી તે ફરી શરૂ થશે.
અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર હુમલો કરતા કહ્યું કે મહાન બાલાસાહેબ ઠાકરેના દીકરા અને અત્યારે મહાવિકાસ આઘાડીના સાથી ઉદ્ધવ ઠાકરે સંભાજી નગરનો વિરોધ કરી રહ્યા છે. શરદ પવાર ગમે તેટલી કોશિશ કરી લે, તેનું નામ સંભાજી નગર જ રહેશે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે ગામડામાં ખેડૂતોની જમીન વક્ફ બોર્ડને આપી દીધી. મહારાષ્ટ્રમાં ફરી વાર ગઠબંધન સરકાર આવશે તો ખેડૂતોની જે જમીન ગઈ છે, તે પાછી આપવામાં આવશે. પણ આ દરમ્યાન તેમણે એક એવી વાત કહી, જેનાથી સીએમ ફેસને લઈને ચર્ચાઓ થવા લાગી.
#WATCH | महाराष्ट्र में सीएम चेहरे को लेकर अमित शाह का इशारा-'महायुति को जिताना है, देवेंद्र भाई को जिताना है'@journosnehlata | https://t.co/smwhXUROiK#Maharashtra #AmitShah #DevendraFadnavis #LatestNews pic.twitter.com/2T2yf9DIJZ
— ABP News (@ABPNews) November 9, 2024
ચૂંટણી પ્રચાર દરમ્યાન અમિત શાહ પોતાના પ્રચાર દરમિયાન પોતાના ભાષણમાં કહ્યું કે મહાયુતીને જિતાડો. ફડણવીસને જિતાડો. અમિત શાહના આ વાક્યથી મહારાષ્ટ્રના રાજકારણને જાણતા પંડિતોએ અનુમાન લગાવ્યું કે ચુંટણીમાં મહાયુતીને વિજય મળે તો મુખ્યમંત્રી કોણ હશે તેનો સ્પષ્ટ સંકેત શાહે આપ્યો છે. કારણ કે શાહે મહાયુતિને વોટ આપવા અને દેવેન્દ્ર ફડણવીસને જીતાડવાની અપીલ કરી છે. મહાગઠબંધન સરકારના મુખ્યમંત્રી એકનાથ શિંદે છે. આવી જ રીતે ફડણવીસનું નામ આવવાથી ચર્ચા છેડાઈ ગઈ છે. કહેવાય છે કે, ગૃહમંત્રીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે. જોકે દેવેન્દ્ર ફડણવીસ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે ચૂંટણી બાદ સ્થિતિ જોઈને મોટા નેતાઓ સીએમના ચહેરા પર નિર્ણય લેશે.