નવેમ્બર મહિનાની 3 તારીખે તેલંગાણામાં ચુંટણી નિર્ધારિત છે, મતદાન થવાનુ છે ત્યારે દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહી છે. દરેક પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રચારમાં લાગેલા છે. તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિની સરકાર છે. કેસીઆર તેલંગાણાના મુખ્યમંત્રી છે.
સોમવારે તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી સાથે એક ગમખ્વાર દુર્ઘટના બની હતી જ્યારે તેઓ સિદ્દીપેટ જિલ્લાના દૌલતાબાદ મંડલના સુરમપલ્લી ગામમાં હતા ત્યારે તેમની ઉપર એક અજાણ્યા વ્યક્તિએ છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર કોણ હતું તે રહસ્ય છે. પોલીસ તપાસ કરી રહી છે.
ઘટના બાદ કોથાને તાત્કાલિક સિકંદરાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોથા તેલંગાણાના મેડક મતવિસ્તારના સાંસદ છે.
તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવ હેઠળ ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીની સરકાર છે. ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટી (BRS) નું નામ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) હતુ. 2018ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 119માંથી 88 બેઠકો જીતીને તત્કાલિન તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને બાદમાં ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટી (BRS) બનેલી પાર્ટીએ કે ચંદ્રશેખર રાવની આગેવાનીમાં બહુમતી મેળવી હતી.