Spread the love

આરોપીઓએ નકલી વેબસાઈટ દ્વારા નકલી આઈડીનો ઉપયોગ કરીને નકલી આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવ્યા હતા. બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દિલ્હી લાવવા માટે જંગલના માર્ગો અને એક્સપ્રેસ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવ્યો.

દિલ્હી પોલીસે ગેરકાયદેસર ઘુસણખોર્રીની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને દસ્તાવેજ બનાવનાર, આધાર ઓપરેટર્સ અને નકલી વેબસાઇટ્સ પાછળ કામ કરતા ટેકનિકલ નિષ્ણાતો સહિત 11 લોકોની ધરપકડ કરી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયે મુખ્ય સચિવ અને પોલીસ વડાને શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓની ઓળખ કરવા અને તેમની સામે કડક પગલાં લેવા માટે બે મહિનાની ઝુંબેશ શરૂ કરવાના નિર્દેશ આપ્યાના દિવસો પછી આ કાર્યવાહી થઈ છે.

ગેરકાયદેસર ઘુસણખોરો કેવી રીતે ઘુસે છે?

જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દિલ્હી લાવવા માટે જંગલના માર્ગો અને એક્સપ્રેસ ટ્રેનોનો ઉપયોગ કર્યો હતો. તેઓ ગેરકાયદેસર વસાહતીઓને નકલી આધાર કાર્ડ, કામચલાઉ સિમ કાર્ડ અને મુસાફરી ખર્ચ માટે રોકડ આપતા હતા. જેમાં નકલી ઓળખ કાર્ડ બનાવીને આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવાનો સમાવેશ થતો હતો.

કેવી રીતે થયો ઘટસ્ફોટ?

TOIના અહેવાલ મુજબ, પોલીસ સંગમ વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 ઓક્ટોબરે થયેલી સેન્ટુ શેખ ઉર્ફે રાજાની હત્યાની તપાસ કરી રહી હતી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ડીસીપી (દક્ષિણ) અંકિત ચૌહાણે કહ્યું કે, ‘તપાસ દરમિયાન અમે ચાર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, જેમણે સેન્ટુની હત્યાની કબૂલાત કરી હતી. સતત પૂછપરછ બાદ અમને દિલ્હીમાં ચાલતા એક મોટા ઈમિગ્રેશન રેકેટની માહિતી મળી.

ધરપકડ કરાયેલા બાંગ્લાદેશીઓની ઓળખ મિદુલ મિયાં ઉર્ફે આકાશ અહેમદ, ફરદીન અહેમદ ઉર્ફે અભિ અહેમદ અને બે મહિલાઓ પોલીસ કસ્ટડીમાં છે. ડીસીપી (દક્ષિણ) અંકિત ચૌહાણે કહ્યું, ‘તપાસમાં જાણવા મળ્યું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને એક વર્ષથી વધુ સમયથી સંગમ વિહારમાં રહેતા હતા. તેમણે નકલી ઓળખ દસ્તાવેજો બનાવ્યા હતા. પૂછપરછ દરમિયાન, તેમણે તેમના જેમાં ચિપ આધારિત NID કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર સહિત અસલી બાંગ્લાદેશી ઓળખ દસ્તાવેજો રજૂ કર્યા હતા.’

ગેરકાયદેસર ઘુસણખોરો સામે ફરી એક્શનમાં આવી પોલીસ

ત્યારબાદ પોલીસે ગેરકાયદેસર ઘુસણખોરો સામે એક્શનમાં આવી અને પોલીસ ટીમે ગેરકાયદેસર ઘુસણખોરોનીસુવિધા માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતી ગેંગ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. પોલીસને મૃતકના ઘરેથી 21 આધાર કાર્ડ, 4 વોટર આઈડી કાર્ડ અને 8 પાન કાર્ડ મળ્યા છે, જે તમામ બાંગ્લાદેશી નાગરિકોના હોવાની શંકા છે. આ ઘટસ્ફોટથી પોલીસ સમક્ષ નકલી દસ્તાવેજ બનાવનાર અને ટેકનિકલ નિષ્ણાતોના વિશાળ નેટવર્કનો ખુલાસો થયો.

હત્યાના આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા, ત્યારબાદ સાહિલ સહગલ, અફરોઝ, ટેકનિકલ ટીમના સોનુ કુમાર ઉપરાંત નાણાકીય મામલો સંભાળતા મોહમ્મદ દાનિશ અને સદ્દામ હુસૈનની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે રણજીત નામના વચેટિયાની પણ ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ સેક્ટર-5, રોહિણીમાં સેહગલની માલિકીના પૂનમ ઓનલાઈન કોમ્પ્યુટર સેન્ટર દ્વારા તેમના આધાર કાર્ડ બનાવ્યા હતા.

TOIના અહેવાલ મુજબ, દિલ્હીના બવાનામાં રહેતો અફરોઝ એક બેંકમાં અધિકૃત આધાર ઓપરેટર તરીકે કામ કરતો હતો, તે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધાર કાર્ડ બનાવતો હતો. સોનુ ટેક્નિકલ એક્સપર્ટ તરીકે કામ કરતો હતો, તેણે Jantaprints.site નામની નકલી વેબસાઇટ બનાવી હતી. આ સાઇટ પર જન્મ પ્રમાણપત્ર, મેટ્રિક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, કોવિડ પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્ર સહિતના નકલી દસ્તાવેજો નજીવી કિંમતે બનાવાતા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નકલી વેબસાઇટ અધિકૃત દેખાવા માટે બનાવવામાં આવી હતી, વેબસાઇટમાં 5000 થી વધુ ડાઉનલોડ્સ, 1500 થી વધુ રેટિંગ્સ, 300 થી વધુ ટિપ્પણીઓ અને 10000 થી વધુ ફરિયાદો સહિત પ્રભાવશાળી આંકડાઓનો સમાવેશ થાય છે. વેબસાઇટે શંકાસ્પદ રીતે ઓછી કિંમતે નકલી દસ્તાવેજો જેમ કે જન્મ પ્રમાણપત્ર અને આધાર કાર્ડ 20 રૂપિયામાં અને ડ્રાઇવિંગ લાઇસન્સ 7 રૂપિયામાં ઓફર કર્યા હતા.

સોનુ યુટ્યુબ પરથી નકલી વેબસાઈટ બનાવતા શીખ્યો હતો. તેણે નકલી આઈડી દસ્તાવેજો બનાવવા માટે portalwale.com અને portalwale.online પણ બનાવી હતી. તે નોઈડામાં સાયબર કાફે ચલાવતો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘આરોપીઓએ એક સુવ્યવસ્થિત વ્યવસ્થા બનાવી હતી. ગેરકાયદેસર વસાહતીઓ જંગલના રસ્તે ભારતમાં પ્રવેશતા હતા, એસી ટ્રેન દ્વારા દિલ્હી આવતા હતા અને ત્યાં પહોંચતા જ તેમને નકલી આધાર કાર્ડ અને સિમ કાર્ડ આપવામાં આવતા હતા. જેઓ Paytm QR કોડ દ્વારા ચુકવણી કરતા હતા એવા મોહમ્મદ ચાંદ અને સદ્દામ હુસૈનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કોમ્પ્યુટર સેન્ટર અને આધાર ઓપરેટર વચ્ચે વચેટિયા તરીકે કામ કરતા રણજીતની પણ ધરપકડ કરી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Politics: નકલી ઓળખ કાર્ડ, નકલી વેબસાઇટ્સ, ઇમિગ્રેશન રેકેટનો પર્દાફાશ… બાંગ્લાદેશીઓ ભારતમાં કેવી રીતે પ્રવેશી રહ્યા છે?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *