- સી વોટર દ્વારા કરાયેલા સર્વેમાં આવ્યુ નામ
- ભાજપનો વડાપ્રધાન પદનો ચહેરો હશે નરેન્દ્ર મોદી
- વિપક્ષ કોને પોતાના ઉમેદવાર બનાવશે ?
આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં એક કરતા વધારે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ ગણાવાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. અરવિંદ કેજરીવાલે રાજ્યોમાં ચૂંટણીમાં તેમની પાર્ટી પણ ઝંપલાવશે તેવી જાહેરાત કરી દીધી છે સાથે સાથે પ્રચાર કાર્ય પણ શરુ કરી દીધુ છે.
તાજેતર્માં સી વૉટર દ્વારા 18 જુલાઈ થી 19 ઓગસ્ટ સુધી એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં આવનારી લોકસભા ચુંટણીમાં દેશભરના લોકો કોને વડાપ્રધાન તરીકે પસંદ કરે છે તે જાણવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ સર્વેમાં કુલ 62% લોકોએ કહ્યું કે વડાપ્રધાન તરીકેની તેમની પ્રથમ પસંદ નરેન્દ્ર મોદી છે. અન્ય અર્થમાં એવું કહી શકાય કે અડધાથી વધુ વસતીની પસંદગી પીએમ મોદી છે. પોતાને વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર સમજતા એવા દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માત્ર 6% લોકોએ પસંદ કર્યા છે. જોકે યુપીના સીએમ યોગી આદિત્યનાથને વડાપ્રધાન પદના દાવેદાર તરિકે માત્ર 3% લોકો જ માને છે.
આ તો થઈ અન્ય નેતાઓની ચર્ચા ત્યારે કોંગ્રેસ જેમને પોતાના વડાપ્રધાન પદના દાવેદાર ગણાવી શકે છે એવા રાહુલ ગાંધી વિશે આ સર્વેમાં કેવી પ્રતિક્રીયા આવી તે રસપ્રદ છે. સી વૉટર દ્વારા કરવામાં આવેલા આ સરવેમાં જ્યાં સૌથી વધુ લોકોએ વડાપ્રધાન તરીકે વર્તમાન પીએમ મોદીને જ પસંદ કર્યા છે ત્યારે રાહુલ ગાંધીનો નંબર તેમના બાદ આવે છે. આ સર્વે અનુસાર માત્ર 20% લોકોએ વડાપ્રધાન પદના દાવેદાર ગણાવ્યા હતા. અહીં એ રસપ્રદ છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે 42% નો સ્પષ્ટ ફરક દેખાય છે જે દર્શાવે છે કે દસ વર્ષ બાદ પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજુ અકબંધ છે. આ સર્વેને જોતા એ સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં વિપક્ષના ગઠબંધનમાં વડાપ્રધાન પદને લઈને ધમાસાણ થવાના એંધાણ છે.