ભારતની ગુપ્તચર એજન્સીઓએ નવા વર્ષમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર વિભાગને આતંકવાદી હુમલાના ષડયંત્ર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી મળી છે. દિલ્હી અને પંજાબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને બાંગ્લાદેશના આતંકવાદીઓના નિશાના પર છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI 2025માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટની યોજના હોવાની માહિતી સામે આવી છે.
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આઈએસઆઈ અને પાકિસ્તાન સ્થિત ઈસ્લામિક આતંકવાદી સંગઠનો દ્વારા ભારતમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોની યોજના બનાવી રહ્યા હોવાની મહત્વપૂર્ણ સુરક્ષા ચેતવણી આપી છે. ગુપ્તચર વિભાગના જણાવ્યા અનુસાર આ આતંકવાદી સંગઠનો બાંગ્લાદેશની મદદથી ભારતમાં હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે.
ગુપ્તચર વિભાગે કહ્યું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં મોજુદ આતંકવાદી તત્વો ભારતના મુખ્ય શહેરો, ખાસ કરીને દિલ્હી, પંજાબ અને મેટ્રો શહેરોના વ્યસ્ત વિસ્તારોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે. એવો પણ સંકેત આપવામાં આવ્યો છે કે બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકવાદી સંગઠનો સાથે મળીને આ હુમલો કરી શકે છે.
આ મહત્વપૂર્ણ એલર્ટ બાદ દેશની તમામ ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગઈ છે અને વિશેષ રુપે દિલ્હી અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.