પૂર્વ પીએમ મનમોહન સિંહે ગુરુવારે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા માટે માંગ કરી છે.
મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. આ પહેલા તેમના પાર્થિવ દેહને શનિવારે સવારે કોંગ્રેસ કાર્યાલયમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત અનેક અગ્રણી નેતાઓએ શુક્રવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોંગ્રેસ દ્વારા તેના ઓફિશ્યલ એક્સ હેન્ડલ ઉપર પોસ્ટ કરીને જાણકારી આપવાતા લખવામાં આવ્યું છે કે, ‘આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકર્જુન ખડગેએ વડાપ્રધાનજી અને ગૃહમંત્રી સાથે ફોન કરીને તથા પત્ર લખીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે કે ભારતના સપૂત સરદાર મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર અને સ્મારક સ્થાપિત કરવું એ એમને સાચી શ્રદ્ધાંજલિ હશે.
आज कांग्रेस अध्यक्ष श्री @kharge ने प्रधानमंत्री जी और गृह मंत्री से फ़ोन पर बात करके व एक पत्र लिख कर भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से पुरज़ोर अनुरोध किया कि भारत के सपूत सरदार मनमोहन सिंह जी का अंतिम संस्कार व स्मारक स्थापित करना ही उनको सच्ची श्रद्धांजलि होगी। pic.twitter.com/pNxh5txf0b
— Congress (@INCIndia) December 27, 2024
ભૂતપૂર્વ વડા પ્રધાનના ત્રિરંગામાં લપેટાયેલા નશ્વર શરીરને તેમના નિવાસસ્થાન પર ફૂલોથી શણગારેલી શબપેટીમાં રાખવામાં આવ્યો હતો, પક્ષની ભાવનાઓથી ઉપર ઉઠીને દરેક નેતાએ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌર અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા.
તેમનું જીવન ભવિષ્યની પેઢીઓને શીખવે છે – પીએમ મોદી
મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન મોદીએ તેમના નિધનને રાષ્ટ્ર માટે એક મોટી ખોટ ગણાવી કહ્યું કે, તેમને એક દયાળુ માનવી, એક વિદ્વાન અર્થશાસ્ત્રી અને આર્થિક સુધારા દ્વારા દેશને નવા યુગમાં લઈ જનાર નેતા તરીકે યાદ કરવામાં આવશે. મોદીએ એક વીડિયો સંદેશમાં સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તેમનું જીવન ભવિષ્યની પેઢીઓને પ્રતિકૂળતાઓથી ઉપર ઊઠીને મહાન ઊંચાઈ કેવી રીતે હાંસલ કરવી તે શીખવે. પીએમ મોદીએ કહ્યું, મનમોહન સિંહનું નિધન દેશ માટે મોટી ખોટ છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. વિભાજન દરમિયાન ભારતમાં આવીને ઘણું ગુમાવ્યું હોવા છતાં તેમણે આ સિદ્ધિઓ હાંસલ કરી હતી.