લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવગંત અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભરુચની બેઠક પરથી ચુંટણી લડવાની ઇચ્છા ધરાવતા હતા પરંતુ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરતા ભરુચની બેઠક આમ આદમીના ફાળે ગઈ હતી. આમ આદમી પાર્ટીએભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ટિકિટ આપી હતી. ત્યારબાદ ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતું કારણ કે આ ગઠબંધનથી દિવગંત અહમદ પટેલના પુત્રી નારાજ હતા. કારણ કે આ બેઠક પર કોંગ્રેસ તરફથી પહેલેથી જ દાવો કરવામાં આવ્યો હતો. જો કે લોકસભાની ચૂંટણી સમયથી શરૂ થયેલો આ આંતરિક ડખો હજી પણ શમ્યો નથી. વધુ એકવાર ગોપાલ ઇટાલિયાએ મુમતાઝ પટેલ પર નિશાન સાધ્યું છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન ભરૂચ બેઠક પર આપ પાર્ટીએ જોરશોરથી પ્રચાર કર્યો હતો કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો પરંતુ મુમતાઝ પટેલ ક્યાંય ન દેખાતા કોંગ્રેસ અને આપ વચ્ચે વિવાદ થયો હતો. લોકસભા દરમિયાન થયેલા વિવાદના તણખા સોશિયલ મીડિયામાં ઝરતા જોવા મળી રહ્યો છે. હરિયાણા વિધાનસભાના પરિણામોને લઈને એક ખાનગી ચેનલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના મુમતાઝ પટેલે એક નિવેદન કરતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ મુમતાઝ પટેલના એ વીડિયોને ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે તમે ભરૂચમાં ભાજપને હરાવવા અને ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા માટે કેટલી જનસભા કરી ? ગોપાલ ઇટાલિયાએ એ પણ સવાલ કર્યો કે ગઠબંધનના ઉમેદવારને સમર્થન મળે તે માટે કેટલીવાર તમે અપીલ કરી ?
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના ટ્વિટ બાદ મુમતાઝ પટેલ વચ્ચે ટ્વિટર વોર છેડાયું અને મુમતાઝ પટેલે ગોપાલ ઇટાલિયાને ઉત્તર આપતા લખ્યું કે, ભાજપને કહ્યું તો તમને મરચુ કેમ લાગ્યું?
ગોપાલ ઇટાલિયા અને મુમતાઝ પટેલ વચ્ચેના આ ટ્વિટ વોરના છેડા લોકસભાની ચૂંટણી સુધી પહોંચે છે. લોક્સભા ચુંટણી વખતે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયુ હતું. જેમાં દિલ્હી આવીને આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટણી પ્રચાર જોરશોરથી પ્રચાર કર્યો હતો. કેજરીવાલના પત્નીએ તો ડેડિયાપાડામાં રોડ શો પણ કર્યો હતો. આ પ્રચારમાં ગઠબંધનની કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક નેતા તરીકે મુમતાઝ પટેલ ક્યાંય જોવા મળ્યા નહોતા કહેવાય છે કે મુમતાઝ પટેલ ચૈતર વસાવાથી નારાજ હતા અને તેમણે નિવેદન પણ આપ્યું હતું કે ‘હું ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરું. મેં ભરૂચમાં પ્રચાર નથી કર્યો. પહેલીવાર એવું બનશે કે કોંગ્રેસ માટે વોટ કરવા નહીં મળે. કોંગ્રેસે આ બેઠક પરથી લડવાનું હતું પણ તે નથી લડી તે દુઃખની વાત છે. મને ચૈતર વસાવાએ પ્રચાર માટે બોલાવી નથી અને હું ગઈ પણ નથી. ચૈતર વસાવાએ મારું સમર્થ માંગ્યું નથી. કદાચ એમને જરૂર નથી. હું એક મહિનાથી ભરૂચ નથી ગઈ.