બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે થયેલા ષડયંત્ર ના પરિણામસ્વરૂપ તેમને દેશ છોડી જવા વિવશ થવું પડ્યુ હતુ. ત્યારબાદ આવેલી નવી સરકારના ભારત વિરોધી વલણને કારણે નવી દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધો પહેલા જેવા રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે પૂર્વ પીએમ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશના રહેલા હિંદુઓ સામે કટ્ટરવાદીઓ દ્વારા ક્રુરતા આચરવામાં આવી રહી છે. ત્યારે એક એવા સમાચાર આવ્યા છે કે જે ભારતની વધતી આર્થિક શક્તિને દર્શાવે છે. ઘટના એવી બની છે કે અદાણી ગ્રુપની અદાણી પાવર કંપનીના એક પગલાથી અડધુ બાંગ્લાદેશ અંધારામાં ગરકાવ થઈ ગયુંછે.
અદાણી પાવરની સબસિડીયરી કંપની અદાણી પાવર ઝારખંડ લિમિટેડે (APJL) બાંગ્લાદેશે ચુકવવાના થતા 846 બિલિયન ડોલર ન ચુકવતા બાંગ્લાદેશને અપાતો પાવર સપ્લાય બંધ કરી દેતા અડધુ બાંગ્લાદેશ અંધકારમાં ડૂબી ગયું હતું. સ્થાનિક અખબાર ધ ડેઈલી સ્ટારે ગુરૂવારે પાવર ગ્રીડ બાંગ્લાદેશ PLC ના દર્શાવેલા ડેટા મુજબ અદાણી પાવરે ગુરૂવાર રાતથી સપ્લાય ઘટાડી દીધો હતો. જેના કારણે બાંગ્લાદેશના ઘણા શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. બાંગ્લાદેશમાં દિવાળીના દિવસે અને શુક્રવારની વચ્ચે રાત્રે 1,600 મેગાવોટથી વધુ વીજળીની અછત નોંધાઈ હતી. તેનું કારણ એ છે કે લગભગ 1,496 મેગાવોટની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ હવે એક યુનિટમાંથી માત્ર 700 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યો છે.
અદાણી કંપનીએ બાંગ્લાદેશના ઉર્જા સચિવને પત્ર લખીને વિનંતી કરી હતી કે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (Bangladesh Power Development Board) (PDB) ને 30 ઓક્ટોબર સુધીમાં બાકી રકમ ચૂકવવા માટે કહેવામાં આવે છે. 27 ઓક્ટોબરના રોજ લખેલા પત્રમાં અદાણી ગ્રૂપની આ કંપનીએ જણાવ્યું હતું કે જો બાકી બિલ ચૂકવવામાં નહીં આવે તો તેને 31 ઓક્ટોબરે પાવર સપ્લાય સ્થગિત કરીને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) અંતર્ગત કાર્યવાહી હાથ ધરવી પડશે. કંપનીએ કહ્યું કે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (Bangladesh Power Development Board) (PDB) એ ન તો બાંગ્લાદેશ કૃષિ બેંક પાસેથી $170 મિલિયનની લોનની સુવિધા આપી છે અને ન તો $846 મિલિયનની બાકી રકમ ચૂકવી છે.