Pahalgam Terror Attack
Spread the love

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) 26 લોકોના મૃત્યુ થયા છે. પીએમ મોદી પહલગામની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Terror Attack) સંડોવાયેલા કોઈપણને છોડવામાં નહીં આવે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકશન મોડમાં દેખાઈ રહ્યા છે. તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને જેદ્દાહથી દિલ્હી પરત ફર્યા છે. એરપોર્ટ ઉપર પીએમ મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પહોંચ્યા છે. પીએમ મોદી ઉતરતાની સાથે જ ડોભાલ એરપોર્ટ પર તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા પરિણામે કોઈ મોટી કાર્યવાહીની અટકળો કરવામાં આવી રહી છે.

મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. પીએમ મોદી ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પીએમ મોદી હવે ટૂંક સમયમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજશે.

પહલગામ આતંકી હુમલો (Pahalgam Terror Attack): મોડી રાત્રે પીએમ મોદી જેદ્દાહથી પરત રવાના થયા

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં પહલગામ થયેલા આતંકવાદી હુમલાને (Pahalgam Terror Attack) ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયા દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં પણ હાજરી આપી ન હતી અને રાત્રે જ ભારત પરત આવવા રવાના થઈ ગયા હતા. પીએમ મોદીના પ્રવાસ અનુસાર તેઓ બુધવારે રાત્રે સ્વદેશ પરત ફરવાના હતા. ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે સુરક્ષા બાબતો પર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. પીએમ મોદી આ બેઠકમાં ભાગ લેશે.

પીએમ મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આ હુમલામાં જે પણ સામેલ હશે તેને છોડવામાં નહી આવે. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘પહલગામના હુમલાખોરોને છોડવામાં નહીં આવે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર પોસ્ટ કરતા લખ્યું કે, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું.’ જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.’ તેમણે વધુમાં લખતા કહ્યું, ‘આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે લોકો છે તેમને ન્યાયના કઠેડામાં ઘસડી લાવવામાં આવશે, તેમને છોડવામાં નહી આવે. તેમનો આતંકવાદી એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.’

આ પહેલા, પીએમ મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી. ભારત સરકારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પીએમ મોદીએ તેમને કડક કાર્યવાહી કરવા અને સ્થળની મુલાકાત લેવા પણ કહ્યું હતું. અમિત શાહ રાત્રે જ પહલગામ પહોંચી ગયા છે અને આજે પહલગામ આતંકી હુમલાના ઘટના સ્થળની મુલાકાત લેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને કડકમાં કડક સજા આપીશું.’

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “Pahalgam Terror Attack: પીએમ મોદી સાઉદી અરબની યાત્રા ટુંકાવી દિલ્હી પરત ફર્યા, એરપોર્ટ પર અજિત ડોભાલની ઉપસ્થિતિથી મોટી કાર્યવાહીની અટકળો”
  1. […] સાથે એકતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં, ટ્રમ્પે આતંકવાદી […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *