ગૃહ મંત્રાલયે રાજ્યોને 7 મેના રોજ નાગરિક સુરક્ષા માટે મોક ડ્રીલ (Mock Drill) કરવા જણાવ્યું છે. હવાઈ હુમલાઓ ટાળવા માટે રાજ્યોને મોક ડ્રીલ કરવા સૂચના આપવામાં આવી છે.

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોને મોક ડ્રીલ કરવા કહ્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને 7 મેના રોજ નાગરિક સુરક્ષા માટે મોક ડ્રીલ (Mock Drill) કરવા જણાવ્યું છે. હવાઈ હુમલાઓ ટાળવા માટે રાજ્યોને મોક ડ્રીલ કરવા સૂચના આપવામાં આવી છે.
#NewsFlash | The Ministry of Home Affairs (MHA) has asked several states to conduct mock drills in for items for effective civil defence on 7th May pic.twitter.com/Xl4hEDxQxr
— CNBC-TV18 (@CNBCTV18Live) May 5, 2025
છેલ્લે ક્યારે યોજાઇ હતી મોક ડ્રીલ (Mock Drill)
કેન્દ્ર સરકારના આ નિર્દેશોનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લી વખત આવી મોક ડ્રીલ (Mock Drill) 1971માં યોજાઈ હતી. 1971માં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મોરચે યુદ્ધ થયું હતું.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે પ્રભાવી નાગરિક સુરક્ષા માટે 7 મેના રોજ મોક ડ્રીલ (Mock Drill) કરવાનું કહ્યું છે. તે નીચેના પગલાં લેવાનું કહે છે

- હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનનું સંચાલન
- હુમલાના કિસ્સામાં રક્ષણ માટે નાગરિકો અને વિદ્યાર્થીઓ વગેરેને નાગરિક સંરક્ષણ તાલીમ આપવી
- અંધારપટ (બ્લેકઆઉટ) પગલાં માટે જોગવાઈ
- મહત્વપૂર્ણ પ્લાન્ટ/ઇન્સ્ટોલેશનને સમયપુર્વે છુપાવવા માટેની જોગવાઈ
- લોકોના સ્થળાંતરનું આયોજન અને પ્રેક્ટિસ

પહેલગામ હુમલા બાદ ભારે તણાવ
પહલગામ આતંકી હુમલા પછી સરહદ પર તણાવ ઓછો થવાના કોઈ સંકેત નથી. પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ હિંદુ પ્રવાસીઓની ધર્મ પુછીને હત્યા કરવામાં આવી હતી.
પાકિસ્તાન સતત 11 રાતથી નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરી રહ્યું છે. ઈસ્લામાબાદ દ્વારા વારંવાર સરહદ પારથી થઈ રહેલા ગોળીબારનો ભારતે જોરદાર જવાબ આપ્યો છે.