Manipur
Spread the love

મણિપુરમાંથી (Manipur) 300 થી વધુ રાઈફલ અને બંદૂકો સહિત શસ્ત્રોનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરક્ષા દળોએ મોટી માત્રામાં યુદ્ધ સામગ્રી જપ્ત કરી છે.

મણિપુરમાં (Manipur) મણિપુર પોલીસ, CAPF, આર્મી અને આસામ રાઈફલ્સના સંયુક્ત ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે. ખીણના 5 જિલ્લાઓના બહારના વિસ્તારોમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ શસ્ત્રોમાં 151 એસએલઆર (SLR) રાઇફલ્સ, 65 ઈન્સાસ (INSAS) રાઇફલ્સ, 73 અન્ય પ્રકારની રાઈફલ્સ, 5 કાર્બાઈન ગન્સ, 2 MP-5 ગન અને અન્ય વિસ્ફોટકો અને અન્ય યુદ્ધ સામગ્રીનો સમાવેશ થાય છે.

મણિપુર પોલીસ (Manipur Police) ADGP એ શું કહ્યું?

મણિપુર પોલીસના (Manipur Police) એડીજીપી લહરી દોરજી લહાટુએ જણાવ્યું હતું કે, ’13-14 જૂનની રાત્રે ખીણના 5 જિલ્લાઓના બહારના વિસ્તારોમાં મણિપુર પોલીસ (Manipur Police), CAPF, આર્મી અને આસામ રાઈફલ્સની સંયુક્ત ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન, મોટી માત્રામાં વિસ્ફોટકો અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી હતી.

તેમણે કહ્યું, ‘151 એસએલઆર (SLR) રાઇફલ્સ, 65 ઈન્સાસ (INSAS) રાઈફલ્સ, 73 અન્ય પ્રકારની રાઈફલ્સ, 5 કાર્બાઈન ગન, ૨ MP-૫ ગન અને અન્ય યુદ્ધ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી બંદૂકો અને રાઈફલ્સની કુલ સંખ્યા 328 છે. આ મળેલી ગુપ્ત માહિતી આધારિત કામગીરી મણિપુર પોલીસ અને સુરક્ષા દળો માટે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા, જાહેર વ્યવસ્થા જાળવવા અને નાગરિકો અને તેમની સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરવાના તેમના સતત પ્રયાસોમાં એક મોટી સિદ્ધિ છે.

નોંધનીય છે કે મણિપુરમાં (Manipur) હિંસક પ્રવૃત્તિઓને રોકવા માટે સુરક્ષા દળો સતત કાર્યવાહી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, શસ્ત્રો અને દારૂગોળાના આટલા મોટા જથ્થો ઝડપાતા એક મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે. આ હથિયારો દ્વારા કોઈ પણ પ્રકારનુ નુકશાન થાય તે પહેલા સુરક્ષા દળોની સતર્કતાથી અટકાવી દેવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ તેમને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી અને આ મોટા ઓપરેશનમાં સફળતા મેળવી.

મે મહિનાના અંતથી સુરક્ષા દળો દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઘણી ટીમો સામેલ છે. અગાઉ, આ ઓપરેશન હેઠળ 23 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન પણ મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા હતા. સુરક્ષા દળોનું કહેવું છે કે તેઓ આવી હિંસક પ્રવૃત્તિઓ સામે અંત સુધી લડતા રહેશે અને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરશે. નોંધનીય છે કે મણિપુર (Manipur) હિંસા તાજેતરમાં સમગ્ર દેશમાં સમાચારમાં હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *