Spread the love

પ્રયાગરાજ મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી છે. હવે ઈન્સ્ટાગ્રામ યુઝરના એકાઉન્ટ પરથી મહાકુંભને લઈને આતંકવાદી કૃત્ય કરવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝરનું નામ નાસિર પઠાણ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે નાસિર પઠાણના નામે બનાવેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક યુવકની તસવીર છે, જેમાં તેના ખભા પર બેગ લટકેલી છે. આ એકાઉન્ટમાંથી બપોરે 3:14 વાગ્યે એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં એક સમુદાય વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આતંકવાદી હુમલો કરવાની ધમકી

નાસીર પઠાણ નામથી ચલાવતા ઈન્સટાગ્રામ એકાઉન્ટ ઉપરથી યુવકે પ્રયાગરાજ મહાકુંભ પર હુમલો કરવાની ધમકી આપતા સંતો અને મહાકુંભ વિશે ખુલ્લેઆમ અપશબ્દો લખ્યા છે. કુંભની વધી રહેલી ભવ્યતા વચ્ચે કટ્ટરવાદીઓ દ્વારા ધમકીઓ મળી રહી છે. મહાકુંભ પોલીસે એફઆઈઆર નોંધી છે. મહાકુંભ પોલીસ ધમકીને લઈને હાઈ એલર્ટ પર છે. BNSની કલમ 351,352 અને ITની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસ ધમકી આપનાર યુવકની ઓળખ કરવામાં અને તેને પકડવા સક્રીય થઈ છે.

પોલીસ તપાસમાં વ્યસ્ત

યુવકે પોતાને ભવાનીપુર, પૂર્ણિયા (બિહાર)નો રહેવાસી ગણાવ્યો છે. ધમકીના મામલે ડીસીપી ગંગાનગર કુલદીપ સિંહ ગુનાવતે જણાવ્યું હતું કે સાયબર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝર્સની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. એસએસપી કુંભ રાજેશ દ્વિવેદી પણ કહે છે કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે ડીસીપી ગંગાનગર કુલદીપ સિંહ ગુનાવતે જણાવ્યું હતું કે સાયબર પોલીસ સ્ટેશન તપાસમાં સક્રીય છે.

અગાઉ પણ મહાકુંભ ઉપર આતંકી હુમલાની ધમકીઓ મળી હતી

ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝર વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, જ્યારે એસએસપી કુંભ રાજેશ દ્વિવેદી પણ કહ્યું છે કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તાજેતરમાં જ પીલીભીતમાં ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના 3 આતંકીઓના એન્કાઉન્ટર બાદ આતંકી પન્નુએ મહાકુંભને લઈને ધમકી આપી હતી.

આતંકવાદીઓના ખતરાને પહોંચી વળવા માટે સંપૂર્ણ યોજના

યોગી આદિત્યનાથ સરકારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ કિનારે સૌથી મોટા ઉત્સવ મહાકુંભ દરમિયાન ખાલિસ્તાની અને અન્ય આતંકવાદીઓના ખતરાને જોતા તેનો સામનો કરવાની સંપૂર્ણ યોજના તૈયાર કરી લીધી છે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ચુસ્ત સુરક્ષા માટે સ્નાઈપર્સ પણ તૈનાત રહેશે. કિલ્લા, સંગમ નોઝ અને અરેલ ઘાટની આસપાસ સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવશે. આતંકવાદીઓની ધમકી બાદ યોગી સરકારે સુરક્ષાના અનેક નવા પ્રયોગો કર્યા છે. મહાકુંભની સુરક્ષા માટે એનએસજી, એટીએસ અને એસટીએફની સાથે સાથે એક જ ગન શોટમાં દુશ્મનને ખતમ કરવાની ક્ષમતા ધરાવતા સ્નાઈપર્સ પણ મહાકુંભની સુરક્ષા માટે તૈનાત રહેશે. સ્નાન પર્વ દરમિયાન મહાકુંભ ક્ષેત્રના પ્રવાસ દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વધુને વધુ સ્નાઈપર તૈનાત કરવામાં આવશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “Mahakumbh: મહાકુંભ ઉપર આતંકવાદી હુમલાની ધમકી, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર વાંધાજનક ભાષાનો પ્રયોગ”
  1. […] ધર્મ પરિવર્તન કરનારા સેંકડો લોકો હવે મહાકુંભ માં ઘર વાપસી કરશે. અખિલ ભારતીય અખાડા […]

  2. […] મહાકુંભમાં મુલાયમસિંહની મૂર્તિ મુકાતા મહાભારત શરૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટી અને મુલાયમ સિંહના સમર્થકોએ મુલાયમ સિંહની પ્રતિમા સ્થાપિત કરતા અખાડા પરિષદ ભડકી છે. અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રવીન્દ્ર પુરી મહારાજે કહ્યું કે આજે ઘા તાજા થઈ ગયા છે, મનમાં ભારે પીડા થઈ રહી છે, સંતોમાં રોષ છે, હું તેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *