– ગ્વાદરમાં ઝીણાની મૂર્તિ વિસ્ફોટકથી ઉડાવી દેવામાં આવી
– બલોચ વિદ્રોહી ગ્રુપે જવાબદારી સ્વીકારી
– ગ્વાદરના સૌથી સુરક્ષિત વિસ્તારમાં હતી મૂર્તિ
પાકિસ્તાનના સ્થાપક ઝીણાની મૂર્તિ વિસ્ફોટકથી ઉડાવી દેવામાં આવી
પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં રવિવારે વિસ્ફોટકથી હુમલો કરીને પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને ઉડાવી દેવામાં આવી હતી. બલૂચ લિબરેશન ફ્રન્ટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગ્વાદરના સુરક્ષિત ક્ષેત્ર ગણાતા મરીન ડ્રાઈવ ખાતે તાજેતરમાં જૂન મહિનામાં સ્થાપિત કરવામાં આવી હતી ઝીણાની પ્રતિમા જેને રવિવારે સવારે બલૂચ વિદ્રોહીઓએ વિસ્ફોટકો વડે ઉડાવી દીધી હતી. આ વિસ્ફોટમાં મૂર્તિ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે.
ઝીણાએ અંતિમ દિવસ વિતાવ્યા હતા એ બિલ્ડિંગ 2013 માં ઉડાવી હતી
પાકિસ્તાન લશ્કર દ્વારા પ્રતાડિત બલૂચિસ્તાનના વિદ્રોહીઓનો આ પ્રથમ હુમલો નથી આ અગાઉ 2013માં જિયારત ખાતે ઝીણાની 121 વર્ષ જૂની ઈમારતને વિસ્ફોટ દ્વારા ઉડાવી દીધી હતી. વિસ્ફોટના કારણે તે ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી જે આશરે 4 કલાક સુધી ભભૂકતી રહી હતી. ઉલ્લેખનીય છે કે પોતાના અંતિમ દિવસોમાં ઝીણા ક્ષય રોગથી પીડાતા ઝીણાએ પોતાના જીવનના અંતિમ દિવસો ત્યાં વિતાવ્યા હતા. ત્યારબાદ તે ઈમારત રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવી હતી.
હુમલાખોરો પર્યટકોના વેશમાં આવ્યા હોવાની થિયરી
પાકિસ્તાનના ભૂતપૂર્વ મેજર અબ્દુલ ખાનના જણાવ્યા મુજબ હુમલો કરનારા પર્યટકોના વેશમાં ગ્વાદરના સુરક્ષિત વિસ્તારમાં વિસ્ફોટકો સાથે ઘુસી આવ્યા હતા અને પ્રતિમા ઉડાવી દીધી હતી. બે દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી હુમલાખોરોનો અતોપતો નથી. જોકે મેજરના કહેવા મુજબ શક્ય તેટલી ઝડપથી દોષીઓને પકડી લેવામાં આવશે તથા 1-2 દિવસમાં તપાસ પુરી થઈ જશે.
બબગર બલૂચે સ્વીકારી જવાબદારી
બલૂચ વિદ્રોહી સંગઠન બલૂચ રિપબ્લિકન આર્મીના પ્રવક્તા બબગર બલૂચે ટ્વીટર દ્વારા વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી.