રાજધાની દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં અને તેની આસપાસ વિસ્તારોમાં આજે બપોરે 2.25 વાગ્યાની આસપાસ ભુકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે લાંબા સમય સુધી ધરા ધ્રૂજતી રહી હતી, લોકોને ભુકંપના આંચકા અનુભવાતા જ પોતાના ઘર અને ઓફિસોમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા. જો કે હજુ સુધી કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, બપોરે 2.25 વાગ્યે ત્યાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનથી 10 કિમી નીચે હતું. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હોવાનું સામે આવ્યું છે.