- અમદાવાદની વિશેષ ન્યાયાલયે ફટકારી સજા
- ત્રણેય ઉપર જુદા જુદા આરોપો હતા
- આરોપો સબિત થતા સજા ફટકારાઈ
ક્યારે પકડાયા હતા આરોપીઓ ?
સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ ઐયુબ ઉર્ફે સાકીર સાબીરભાઈ શેખ, નવસાદ અલી મકસુદ અલી સૈયદ વિરુદ્ધ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાનો ગુનો નોંધાયો હતો. આ ત્રણેય આરોપી વર્ષ 2012માં પકડાયા હતા ત્યારથી તેમની સામે કેસ ચાલી રહ્યો હતો. ત્રણેય આરોપીઓ ઉપર અમદાવાદ અને ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને પહોંચાડવાનો સાથે સાથે આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારનો નકશો પણ તૈયાર કરીને મોકલાવ્યા હોવાનો આરોપ છે. માત્ર ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાનના જોધપુર આર્મી કેન્ટોનમેન્ટ તથા બીએસએફ હેડ ક્વાર્ટરની પણ ગુપ્ત માહિતી તેમણે પાકિસ્તાનને મોકલી હોવાનો આરોપ તેમના પર લાગેલો છે. આરોપીઓ સામે 14 ઓક્ટોબર 2012ના રોજ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.
ત્રણેય આરોપીઓ સામે જુદા જુદા આરોપો
આ ત્રણેય આરોપીઓ સામે અલગ અલગ આરોપો છે. આરોપી નૌશાદ અલી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. નૌશાદ સામે જોધપુર સેના, BSF હેડકવાર્ટ્સની માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ હતો. BSF હેડકવાર્ટ્સની માહિતી મોકલવા માટે પાકિસ્તાન તરફથી જે નાણાં મોકલવામાં આવ્યા હતા તે નાણા સિરાજુદ્દીન અને નૌશાદે સ્વીકાર્યા હતા. આ ઉપરાંત વિશેષ માહિતી અનુસાર સિરાજુદ્દીન 2007માં કરાચીમાં ISI હેન્ડલર તૈમુરને પણ મળ્યો હતો.
અમદાવાદની વિશેષ કોર્ટે ફટકારી સજા
14 ઓક્ટોબર 2012ના રોજ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ કુલ 75 સાક્ષીઓએ જુબાની આપી છે. અમદાવાદની વિશેષ અદાલતે તમામ વિગતો પર ધ્યાનમાં લઈને અમદાવાદની વિશેષ કોર્ટે 3 આરોપીઓને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ઓફિશિયલ સિક્રેટ એકટ મુજબ ગુજરાતના પ્રથમ કેસમાં ત્રણ આરોપીને સજા ફટકારવામાં આવી છે.