કોરોના બાદ હવે ચીનમાં વધુ એક વાયરસ હ્યુમન મોટાપ્ન્યુમો વાયરસે દસ્તક આપી છે. ચીનની હોસ્પિટલો આ વાયરસથી પીડિત દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ અંગે ભારત સરકાર સતર્ક બની છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને મોનિટરિંગ રાખવા કહ્યું છે. મંત્રાલયે ભારતમાં શ્વસન સંબંધી લક્ષણો અને ઈન્ફલ્યુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવા જણાવ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત સરકાર આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. ભારત સરકારે બેદરકારી દાખવ્યા વિના આ બાબતની નોંધ લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય નજીકથી દેખરેખ રાખી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે WHO-સંલગ્ન એજન્સીના અપડેટ બાદ 16-22 ડિસેમ્બરના ડેટા દર્શાવે છે કે ચીનમાં સિઝનલ ઈન્ફલ્યુએન્ઝા, રાઈનોવાઈરસ, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ (RSV) અને હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) સહિત તીવ્ર શ્વસન સંબંધિત સંક્રમણમાં વધારો થયો છે. ભારત સરકાર આ વાયરસના ફેલાવા ઉપર પર ચાંપતી નજર રાખી રહી છે.
આરોગ્ય મંત્રાલયે મોનિટરિંગના આપ્યા નિર્દેશ
સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, “અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખીશું, માહિતીની પુષ્ટિ કરીશું અને તે મુજબ અપડેટ કરીશું.” ચીનમાં HMPV ફાટી નીકળવાના અહેવાલોની પુષ્ટિ થઈ નથી, પરંતુ આરોગ્ય સંસ્થા આ સંદર્ભે આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં હોવાનું અહેવાલ છે.
મળતા અનેક અહેવાલો અનુસાર ચીનની હોસ્પિટલો શ્વસન રોગ ખાસ કરીને હ્યુમન મેટાપ્યુમો વાયરસ (HMPV) ના દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ સ્થિતિએ આરોગ્ય સંભાળ સુવિધાઓમાં ચિંતાનું મોજુ ફેલાયુ છે, ખાસ કરીને બાળકોની હોસ્પિટલોમાં ન્યુમોનિયા અને “શ્વેત ફેફસાં” ના કેસોમાં તીવ્ર વધારાને કારણે દબાણ હેઠળ છે.
ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસ અતુલ ગોયલે જણાવ્યું હતું કે મીડિયામાં એવા અહેવાલો છે કે ચીનમાં હ્યુમન મોટ્યુપનીમોવાયરસ (HMPV)નો પ્રકોપ ફેલાયો છે અને તે ખૂબ જ ગંભીર છે. હ્યુમન મોટ્યુપનીમોવાયરસ (HMPV) એ એક સામાન્ય શ્વસન તંત્ર સંબંધિત વાયરસ છે જેને કારણે શરદી જેવા રોગ થાય છે. તે ખાસ કરીને જેઓ વૃદ્ધ છે અને 1 વર્ષથી નાના બાળકો છે તેમાં ફેલાય છે, આ ચિંતા કરવાની જરૂર હોય એટલો ગંભીર રોગ નથી.
ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસે કહ્યું- ચિંતા કરવાની જરૂર નથી
તેમણે કહ્યું કે શિયાળા દરમિયાન શ્વાસોચ્છવાસના વાયરસ અને ઈન્ફેક્શન થતા હોય છે. આપણી હોસ્પિટલો અને સંસ્થાઓ આને હેન્ડલ કરવા માટે તૈયાર છે. આવશ્યક માત્રામાં પથારીઓ અને ઓક્સિજન ઉપલબ્ધ છે. તેની સામે કોઈ એન્ટિવાયરલ દવાઓ નથી તેથી આ રોગમાં કોઈ ખાસ દવાની જરૂર નથી, જ્યાં સુધી ડેટાનો સંબંધ છે, અમને આવા વધુ કેસ નથી મળી રહ્યા. ICMR ડેટા અનુસાર તે સામાન્ય શિયાળામાં જેટલા હોય છે તેના કરતાં વધુ કેસ નથી.
ચીનમાં નવા વાયરસનું સંક્રમણ ફેલાયું
ડિસેમ્બર 2024 ના અંતમાં, ચાઇનીઝ રોગ નિયંત્રણ સત્તાધિકારીએ જણાવ્યું હતું કે તે જેનાથી શિયાળા દરમિયાન શ્વાસની કેટલીક બિમારીઓના કેસોમાં વધારો થવાની ધારણા છે તેવા અજ્ઞાત મૂળના ન્યુમોનિયા માટે એક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની શરૂઆત પાંચ વર્ષ પહેલા ચીનમાંથી થઈ હતી. ત્યાર બાદ સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું અને ભારતમાં પણ કોરોના રોગચાળાની ઘણી અસર થઈ હતી અને લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં, કોરોના રોગચાળાને લગતી રસીઓની શોધ કરવામાં આવી હતી.
[…] ભારતમાં પણ પહોંચી ગયો છે. કર્ણાટકમાં HMPVના બે કેસ મળી આવ્યા છે. ઈન્ડિયન […]