અમદાવાદનો સારંગપુર (Sarangpur) બ્રિજ દોઢ વર્ષ માટે બંધ કરાશે. જેમાં આગામી દોઢ વર્ષ સુધી સારંગપુર (Sarangpur) બ્રિજ બંધ રહેતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બ્રિજ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં નવા બ્રિજની કામગીરીને લઈ બ્રિજ બંધ કરવા નિર્ણય કર્યો છે. જેમાં 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બંધ રહેશે.
અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના ભાગરૂપે, સારંગપુર રેલવે ઓવરબ્રિજ આગામી 2 ફેબ્રુઆરીથી વાહનોની અવરજવર માટે દોઢ વર્ષ સુધી બંધ કરવામાં આવનાર છે. જેના કારણે, BRTS બસના કેટલાક રૂટમાં ફેરફાર કરાયો છે. BRTSના ચાર રૂટને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જ્યારે BRTSના 2 સ્ટેશન સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે.
1) 02 – ઓઢવ એસપી રિંગ રોડ – ઇસ્કોન ક્રોસ રોડ
2) 11- ઓઢવ એસપી રિંગ રોડ – એલડી એન્જિનિયરિંગ કોલેજ
3) 01/ S & E સોમા ટેકસ્ટાઈલથી મણિનગર
4) 14/S & E ઓઢવ એસપી રિંગ રોડથી સારંગપુર દરવાજા
તમામ 4 રૂટની બસ, રખિયાલ નારાયણા હોસ્પિટલ થઈ રખિયાલ ચાર રસ્તાથી સુખરામનગર, ન્યુકોટન મીલ થઈને ખોખરા અનુપમ બ્રિજથી અણુવ્રત સર્કલ થઈ ન્યુ ક્લોથ માર્કેટ ત્રણ રસ્તા થઈને રાયપુર દરવાજા બહાર BRTSના માર્ગે આગળ જશે
BRTSના રૂટ ડાયવર્ઝનને કારણે સારંગપુર રખિયાલ વચ્ચે આવતા કુલ 2 BRTS બસ સ્ટેશન ખાતેની બસ સેવા બંધ થશે.
1. પટેલ મીલ
2. રખિયાલ ચાર રસ્તા